Tagged: Nature

ભદ્રેશ વ્યાસ ~ શિયાળો

શિયાળો ~ ભદ્રેશ વ્યાસ ‘વ્યાસવાણી’ થથરતી થથરતી ઊઠે છે સવારો, પડી જાય ટાઢો સૂરજનોય પારો. ઘડીભર તો લાગે કે જીતી જવાનો, એ તડકોય હારી જતો જંગ સારો. જરા બ્હાર નીકળો તો માલૂમ પડે કે, આ ધરતી ઉપર ટાઢનો છે પથારો. કડક ચોકી પ્હેરો...

મનોજ ખંડેરિયા ~ રસ્તા વસંતના * Manoj Khanderiya

રસ્તા વસંતના ~ મનોજ ખંડેરિયા આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતનાફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના ! મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના લૈદોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના ! આ એક તારા અંગે ને બીજો ચમન મહીંજાણે કે બે...

હિતેન આનંદપરા ~ ઝાડ તને

ઝાડ તને મારા સોગંદ ~ હિતેન આનંદપરા ઝાડ તને મારા સોગંદ  સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?  વરસોથી એક જ જગાએ ઊભા રહીને કંટાળો આવતો નથી ?  તારો એક્કેય ભાઈબંધ એની પાસે તને પ્રેમથી બોલાવતો નથી ?  સાવ-માણસ-જેવો આ સંબંધ...

મણિલાલ દેસાઈ ~ જંગલો

વસ્તીની આસપાસ ~ મણિલાલ દેસાઈ વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો,મારા પ્રવાસમાં યે ભળી જાય જંગલો. તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું ?કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો ! જો તું નથી તો તાય, અહીં કોઈ પણ નથી,તુજ નામ આસપાસ ઊગી...

રમેશ પારેખ ~ ઓણુકા વરસાદમાં Ramesh Parekh

ઓણુકા વરસાદમાં ~ રમેશ પારેખ ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ,એક અમે પોતે ને બીજો તારો વટ ! નેવા નીચે ઓસરી, આંખો નીચે ગાલ,નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ. વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ,આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ....

નિરંજન ભગત ~ વસંતરંગ લાગ્યો * Niranjan Bhagat

વસંતરંગ લાગ્યો ~ નિરંજન ભગત વસંતરંગ લાગ્યો !કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો ડાળે ડાળ કળીઓ શું જોબનમાં ઝૂલતીઆંબાની મ્હોરેલી મંજરીઓ ડોલતી,કોયલ શી અંતરની આરત ખોલતી!વાયરાની વેણુમાં મત્ત રાગ વાગ્યો! પગની પાનીએ રંગ મેંદીનો રેલતી,કાને કેસૂડાંનાં કુંડળ બે મેલતી,કુંજમાં અકેલ કોણ ફાગનૃત્ય...

સુરેશ જોશી ~ આજે સવારે * Suresh Joshi

આજે સવારે બેઠી નિશાળ,પવન ઘુંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ. હારબંધ આ કબૂતર ગોખેગઈ કાલનો પાઠ ઝરોખે;સવારનો આ ચન્દ્ર રાંકડો –ધ્રૂજતે હાથે લખેલ આંકડો!સુર્યકિરણની દોરી રેખાકોણ, કહોને, માંડે લેખાં? આજ સવારે બેઠી નિશાળપવન ઘુંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ. ~ સુરેશ જોશી આવું...

મનહર ઓઝા ~ ગરમાળે

ગરમાળે આવ્યા રે ફૂલ ~ મનહર ઓઝા   ગરમાળે આવ્યા રે ફૂલ કે ગરમાળો લૂમેઝુમે, ઉનાળાના શા રે કરું મૂલ કે ગરમાળો લૂમેઝુમે.  વૈશાખી વાયરામાં કાચી કાચી કેરીઓ હિલ્લોળા લેતી, મીઠું મીઠું મરકીને લીંબોળી લીમડાના કાનમાં કંઇ કે’તી. મસ્તીમાં બેઉ જણા...

પ્રિયકાંત મણિયાર ~ આછી જાગી સવાર * Priyakant Maniyar

આછી જાગી સવાર ~ પ્રિયકાંત મણિયાર આછી જાગી સવાર,નિંદરની મધુ કુંજ થકી ને સ્વપ્નલોકની પાર. – આછી પારિજાતના શરણે ન્હાઈકોમલ એની કાય,વ્યોમ આયને જેની છાઈરંગ રંગની ઝાંય;ઑઢ્યો પાલવ સાગરજલનો છલછલ નીલનિતાર – આછી લહર લહર સમીરણની વાતીકેશ ગૂંથતી જાણે,અંબોડામાં શું...

આરતી શેઠ ~ સૂરજ જાગ્યો

સૂરજ જાગ્યો છે સફાળો ~ આરતી શેઠ સૂરજ જાગ્યો છે સફાળો લીલા લીલા પર્ણો ઉપર તડકો કેસરીયાળો, આંખો ચોળે ડાળો સૂરજ જાગ્યો છે સફાળો….. આળસ મરડી બેઠી થાતી ફૂલોની પાંખડીઓ કલા સંકેલી ધુમ્મસ બાંધે રૂની એ ગાંસડીઓ વાદળ દરિયા પાસે ઉઘરાવવા નીકળે...

આશા પુરોહિત ~ સન્નાટો * Aasha Purohit

ઓલ્યા ઝાડવામાં ~ આશા પુરોહિત ઓલ્યા ઝાડવામાં ઊગ્યો સન્નાટોજે ‘દિથી ઝાડવાનો પંખીના કલરવની સાથેનો તૂટ્યો છે નાતો !ઓલ્યા ઝાડવામાં ઊગ્યો સન્નાટો… આખો દિ’ ઝાડ વાટ જોતું રહે છે, કોઈ પંખી તો ડાળીએ બેસેલીલોછમ્મ છાંયડો એ દે છે બધાને એમ મીઠો ગુંજારવ પણ વહેંચેમુજને...

ભગવતીકુમાર શર્મા ~ એવું કાંઈ નહીં * Bhagavatikumar Sharma

હવે પહેલો વરસાદ ~ ભગવતીકુમાર શર્મા હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદએવું કાંઈ નહીં !હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,એવું કાંઈ નહીં ! સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,સાવ કોરી અગાસી અને...

મણિલાલ દેસાઇ ~ આભમાં કોયલ

આભમાં કોયલ કીર કબૂતર ~ મણિલાલ દેસાઈ આભમાં કોયલ કીર કબૂતર ઊડેઝાડ જમીનેનભના નીલા રંગમાં ઘડીક તરતાં ઘડીક બૂડે. જલની જાજમ પાથરી તળાવક્યારનું જોતું વાટકોઈ ના ફરક્યું કાબરકૂબરસાવ રે સૂના ઘાટ !એય અચાનક મલકી ઊઠ્યું ચાંચ બોળી જ્યાં સૂડે. વાત...

રીના મહેતા ~ ઘાસ

ઘાસ ~ રીના મહેતા  વરસાદનું પાણી પી-પીને પોચી પડી ગયેલી માટીવાળા આ વિશાળ મેદાનમાં ફેલાઈ ગયું છે ઘાસનું સામ્રાજ્ય દૂર નજર પડે ત્યાં સુધી ઘાસ જ ઘાસ. અજાણી વેલીઓ એકમેકને વીંટળાઇ રચી દે છે લીલી ટેકરી ને એની પાછળ ડહોળા...

વિનોદ જોશી ~ ઝાડ એકલું જાગે * Vinod Joshi

ઝાડ એકલું જાગે ~ વિનોદ જોશી ઝાડ એકલું અમથું જાગે,બહુ એકલવાયું લાગે… પવન પાંદડું સ્હેજ હલાવી પૂછે ખબર પરોઢે,બપોર વચ્ચે બખોલનો બંજર ખાલીપો ઓઢે;બંધ પોપચાં મીઠ્ઠાં શમણાં માગે,બહુ એકલવાયું લાગે… દળી દળી અજવાળું સૂરજ દડે ખીણમાં સાંજે,હડી કાઢતી હવા ડાળ પર...