
વિષાદ
વૃક્ષ પર
કવિતા લખવાનું
માંડી વાળ્યું છે હવે મેં
કેમ કે જે વૃક્ષ પર
લખું છું
એના ઝરતાં પુષ્પોની
કવિતા,
થૈ જાય બીજે દિવસે
એનું છેદન !
કવિતાના આનંદ પર
ફરી વળે છે
વિષાદની છાયા.
વૃક્ષ પર કવિતા
લખવાનું
માંડી વાળ્યું છે હવે મેં.
~ પ્રવીણ ગઢવી
આમ તો કવિતા પૂરી થઈ જાય…. વૃક્ષના છેદન સાથે… શીર્ષક પણ કહી દે છે. પરંતુ કવિની પીડા એમને જંપવા નહીં દેતી હોય…. કલમ ચાલ્યા કરે છે….

કવિ શ્રી પ્રવિણ ગઢવી ની બંને કવિતા સામાન્ય અવલઓકનનએ સરસ વ્યક્ત કરે છે.