આપ મોબાઈલ દ્વારા ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લો છો અને કોઈ મુશ્કેલી પડે છે તો –
જો આપને ‘કાવ્યવિશ્વ’ના મેસેજ મળે છે તો દરેક મેસેજમાં બ્લ્યુ લાઇનના અક્ષરોને ટચ કરવાથી જે તે પોસ્ટ ખુલશે.
અથવા આપ ગૂગલ પર kavyavishva.com ટાઈપ કરો અને બ્લ્યુ અક્ષરોમાં આ જ નામ આવશે
બ્લ્યુ અક્ષરો પર ક્લિક કરો, જેથી હોમ પેજ ખુલશે.
હોમ પેજ પર કાવ્યવિશ્વનો ટાઇટલ ફોટો દેખાશે અને એની નીચે
સંવાદ, કાવ્ય, અનુવાદ, આસ્વાદ, સેતુ, સર્જક, સ્વરૂપ, સંચય, સાંપ્રત અને વિશેષ વિભાગની છેલ્લી પોસ્ટ જોવા મળશે.
પરંતુ આપને અગાઉની (પહેલાની) પોસ્ટ જોવી છે તો એના બે રસ્તા છે.
જો કોઈ કવિના નામથી કવિતા કે અનુવાદ-આસ્વાદ એવું શોધવું છે તો આપ હોમ પેજ પર નીચે નીચે જાઓ.
ત્યાં subscribe પછી ‘શોધો’ વિભાગ દેખાશે. એમાં તમે કવિનું નામ આપશો તો એ કવિની તમામ પોસ્ટ સ્ક્રીન પર દેખાશે.
આપ એક પછી એક પોસ્ટ ખોલીને જોઈ શકશો.
અથવા કવિતાના બે-ત્રણ શબ્દો ટાઈપ કરશો એટલે આપની પસંદગીની કવિતા પર મળશે.(કાવ્યવિશ્વ પર મુકાઈ હશે તો)
જો આપને કોઈ ચોક્કસ વિભાગ જોવો છે તો ફરી હોમપેજમાં ઉપર જાઓ.
હોમપેજ પર ઉપરના ભાગે ફોટો છે એમાં જમણી બાજુ ત્રણ લાઈન જોવા મળશે.
આ ત્રણ લાઈનો પર ટચ કરવાથી એક લિસ્ટ ડાબી બાજુ દેખાશે.
આ લીસ્ટમાં કાવ્યવિશ્વના દરેક વિભાગનું નામ હશે.
આપ જે વિભાગના નામ પર ટચ કરશો એ વિભાગની પોસ્ટનું લિસ્ટ તમને દેખાશે.
પોસ્ટનો ક્રમ છેલ્લી જે મુકાઇ હોય ત્યાંથી શરૂ થશે.
દા.ત. તમે ‘સર્જક’ વિભાગ જોવા માગશો તો ‘સર્જક’ પર ટચ કરવાથી જે પોસ્ટ છેલ્લી મુકાઈ હશે એ પહેલાં દેખાશે
અને એવી રીતે એની નીચે એ પહેલાની પોસ્ટ લાઇનસર દેખાશે.
આ છતાં આપને તકલીફ પડે તો મારો સંપર્ક કરી જ શકો છો.
આભારી છું.
~ લતા હિરાણી
જરુરી માહિતી આપી.
Every sentimeter say , You are wedded to Kavyavishva.com. so what more we can add !
બસ આપ મુલાકાત લેતા રહો. આનંદ આનંદ