સુરેશ પરમાર ‘સૂર’ ~ કાવ્યસંગ્રહ ‘તારી કસમ’ * Suresh Parmar

નરણા જ કોઠે જાગરણને પી ગયો છું હું
વહેલી સવારે તે પછી ઊંઘી ગયો છું હું.*****

ભીતરે તો ડખો નથી હોતો
તું જ અંદર જતો નથી હોતો*****

ચાલે ધમધોકાર લખૈયા, શબ્દોનો વેપાર લખૈયા
લખવાનું પણ બહાનું કેવું! લખ
, આવ્યો તહેવાર લખૈયા*****

બીજ નીકળ્યું શોધવા એક વૃક્ષને
ભોંયભેગું જ્યાં થયું ફણગો થયો.*****

ઓરડામાં એક દીવો હું જ પ્રગટાવું અને
હું જ પાછો હોલવાઈ જાઉં છું
, તારી કસમ.*****

ઘણાં અનિરુદ્ધ સપનાઓ બનાવે છે ઉષાનું ચિત્ર
ઉપરથી હસ્તરેખામાં છૂપી એક ચિત્રલેખા છે.*****

ફેંક્યો હતો એક કાંકરો તેં મારા માનસરોવરે
યુગો પછી તારી કને પહોંચેલ એક તરંગ છું.*****

સૂરતારા કંઠમાં ભીનાશ જેવું કેમ છે?
સાંભળ્યુ છે
, શબ્દ ધોવાનો તને છે મહાવરો.*****

અરથના બે જ ચેડાં ઝાલી ખેંચાખેંચ ના કરશો
સકારણ હું જ એમાં મધ્યમપદનો લોપ રાખું છું.*****

મંઝિલ છોડી ચાલ મુસાફિર
રસ્તાને કર વ્હાલ મુસાફિર
*****

~ સુરેશ પરમાર સૂર

કાવ્યવિશ્વ’માં કવિ સુરેશ પરમારના કાવ્યસંગ્રહ ‘તારી કસમ’નું સ્વાગત છે.

સુરેશ પરમાર ‘સૂર’ * તારી કસમ’ * સ્વયં 2024

9 Responses

  1. ખુબ સરસ કાવ્ય ખુબ ગમ્યુ

  2. ખૂબ ખૂબ અભિનંદન – શુભેચ્છા – શુભ કામના

  3. Suresh Parmar says:

    Khoob khoob aabhar 🌹🙏

  4. Suresh Parmar says:

    Thanks for sharing my poems👍🌹🙏

  5. ખૂબ સરસ સંગ્રહ છે. મિત્ર કવિશ્રી ‘સૂર’ને અભિનંદન.

  6. Narendra Makvana says:

    અભિનંદન

  7. હરીશ દાસાણી.મુંબઈ says:

    કાવ્ય સંગ્રહ માટે અભિનંદન. શુભેચ્છાઓ. સરસ કવિતાઓ આપતા રહે એ અપેક્ષાઓ સાથે.

  8. કમલેશ says:

    સરસ રચના.

    ખૂબ ખૂબ અભિનંદન ⚘️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: