ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ~ એકધારું તાકતા Gulam Abbas

એકધારું તાકતાં થાકી નજર;
આભને જોયા કર્યું કારણ વગર,

માર્ગમાં અટવાઈ જાવાનું થયું;
લક્ષ્ય વિસરી ગઈ છે શ્વાસોની સફર.

આ ઉદાસી એટલે એનું પ્રમાણ;
કોશિશો નિષ્ફળ, દુઆઓ બેઅસર.

ભરવસંતે પાનખર જેવી ઋતુ;
એક પણ ટહુકો ન ગુંજ્યો ડાળ પર.

ભાવિને શણગારવાની હોડમાં;
હું જમાનાથીય છું તો બેખબર.

આ ભલા કેવું સુરાલય છે કે જ્યાં;
આંખમાં આંસુ ને કોરા છે અધર.

મુંઝવણ ‘નાશાદ’ હંમેશાં રહી;
આપણું કહેવાય એવું ક્યાં છે ઘર !

ગુલામ અબ્બાસ ‘નાશાદ’

ઉદાસીના કારણ આપી શકાય. કવિ જ ઉદાસીના પ્રમાણ આપવા ઈચ્છે ! વાહ …

કવિને પંચોતેરમા જન્મદિવસે આદરવંદન .

1 Response

  1. 'સાજ' મેવાડા says:

    વડોદરાના વરિષ્ઠ કવિ- શાયર, સાહિત્યકાર, નાશાદ સાહેબ, વેદના, અભાવ અને દર્દની અભિવ્યક્તિ ખૂબ જ સરસ રીતે એમની ગઝલોમાં કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: