કમલ વોરા ~ ભીંત * Kamal Vora
બે ઊભી લીટી દોરી
બે આડી
વચ્ચોવચ એક ખુલ્લું બારણું દોર્યું
ખુલ્લા બારણામાંથી બહાર જઈ શકાય
ખુલ્લા બારણામાંથી અંદર આવી શકાય
હું બહાર જવા દોડ્યો
તું અંદર આવવા
સફેદ ભીંત સાથે
હું આ તરફથી અથડાયો
તું પેલી તરફ થી
-કમલ વોરા
કવિતા એક શબ્દચિત્ર કે શબ્દદૃશ્ય થઈને મુકાઇ જાય છે અને કવિકર્મ પૂરું. એ પછી બધું ભાવક પર. આ નાનકડી કવિતામાં શો અર્થ અભિપ્રેત છે ? આ બે પ્રેમીઓ વચ્ચેની મથામણ છે ? આ બે અલગ અલગ ધ્રુવો પર જીવતી વ્યક્તિઓની તકરાર છે ? આ બે વિચાર વચ્ચેના ઘર્ષણનો મુદ્દો છે ? આ સિવાય પણ ઘણું હોઇ શકે ! લીટીઓ તો આદિકાળથી ચાલી આવે છે અને અસ્તિત્વના અસ્તિત્વ સુધી રહેવાની પણ પેલી સફેદ ભીંત ક્યાંક તૂટે તો ધવલ શાંતિની શક્યતા ખરી !
19.5.21
***
વિવેક ટેલર
24-05-2021
કવિતાનું શીર્ષક “ભીંત/કાગળ” છે. એ મુજબ સુધારી લેશો જી. મેં પણ લયસ્તરો પર સુધારી લીધું છે…
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
19-05-2021
કવિ શ્રી કમલ વોરાની કવિતા ગમી, અને આસ્વાદ માં પૂછાયેલા વિવિધ પ્રશ્ન રુપે સૂચવેલા અર્થ પણ. ભાવકને તેના તત્કાલીન ભાવવિશ્વ પ્રમાણે અર્થો મળી શકે. સરસ કવિતા.
લલિત ત્રિવેદી
19-05-2021
લીટી એ દોર્યું છે ખુલ્લું બારણું…
વાહ વાહ