કાવ્યવિશ્વ.કોમ
કાવ્યસાહિત્યના તમામ પાસાંઓનો સમાવેશ કરતી સૌ પ્રથમ ગુજરાતી વેબસાઇટ
સંપાદક : લતા હિરાણી, અમદાવાદ
‘કાવ્યવિશ્વ’ વિશે થોડીક જાણકારી
કાવ્યપ્રેમી મિત્રો, ‘કાવ્યવિશ્વ’ સાઇટ વિશે જાણકારી મેળવવાનું આપને ગમશે.
‘કાવ્યવિશ્વ’ના કુલ અગિયાર વિભાગ છે.
- સંવાદ – કવિઓને મળતા એવોર્ડ, પુરસ્કાર વિશે તથા ‘કાવ્યવિશ્વ’ના ભાવકો સાથે સંવાદ
- કાવ્ય – કવિતાઓ અને કાવ્યસંગીત (કાવ્યસંગીત – જ્યાં મળી શકે ત્યાં યુટ્યુબની લિન્ક મુકાશે)
- અનુવાદ – ઉમદા કવિતાઓના ગુજરાતી અનુવાદ (જે ભાષામાંથી અનુવાદિત થઈ હોય એ ભાષાની કવિતા સાથે)
- સેતુ – કવિઓના કવિતા સંબંધિત રસપ્રદ પ્રસંગો
- સર્જક – કવિઓના વિગતે પરિચયો
- સ્વરૂપ – જુદા જુદા કાવ્યસ્વરૂપો (ગઝલ, ગીત, અછાંદસ વગેરે….) વિશે વિદ્વાન કવિઓના લેખો તથા પુસ્તકોની માહિતી
- સંચય – કવિના હસ્તાક્ષરમાં કવિતા * એમની સહી
- ઝરમર – લતા હિરાણીની કવિતાઓ
- હાઉક – બાળકાવ્યો
- યુ…વાહ – યુવાવિદ્યાર્થીઓના કાવ્યો
- વારસો – લોકગીતો, હાલરડાં
આ ઉપરાંત આપને જેમ અહીં ‘કાવ્યવિશ્વ’ વિશે વિગતે માહિતી મળી એમ ‘લતા હિરાણી’ વિભાગમાં સંપાદકનો પૂરો પરિચય મળશે.
હેડર ફોટા સાથે આપને બે બોક્સ જોવા મળશે,
‘search’ – એમાં આપ કોઈ કવિનું નામ લખશો એટલે એ કવિની જે જે રચનાઓ આ સાઇટ પર મુકાયેલી હશે એનું લિસ્ટ આપને જોવા મળશે. આપ એક-એક ખોલીને વાંચી શકો છો. આ ઉપરાંત આપને કોઈ ચોક્કસ કવિતા શોધવી હશે તો એના શરૂઆતના ત્રણ-ચાર શબ્દ ટાઈપ કરવાથી, જો એ કવિતા આ સાઇટ પર હશે તો આપને વાંચવા મળશે.
‘subscribe’ – આપ આપનું email એ બોક્સમાં ટાઈપ કરો અને ‘કાવ્યવિશ્વ’ના subscriber બનો જેથી દરેક નવી પોસ્ટ મુકાતાં જ આપને emailથી જાણ થઈ જાય.
આ પછી એક બોક્સ આપને જોવા મળશે જેમાં જુદા જુદા કવિઓના સુંદર શેર/કાવ્યપંક્તિ મૂકવામાં આવે છે.
હવે છેલ્લી નવ પોસ્ટ આપને દેખાશે જેમાં ફોટા અથવા એના ટાઇટલ પર ક્લિક કરવાથી આપ જે તે પોસ્ટ ખોલીને વાંચી શકો છો. જે પોસ્ટ આપ વાંચો એમાં નીચે પ્રતિભાવ લખવાની સુવિધા છે એનો લાભ આપ જરૂર લો.
more posts – આ નવી નવ પોસ્ટ પછી more posts પર ક્લિક કરવાથી આપ અગાઉની પોસ્ટ વાંચી શકો છો.
ત્યાર બાદ એક રોટેટિંગ બોક્સ મૂકવામાં આવ્યું છે જેમાં ‘કાવ્યવિશ્વ’ વિશે જાણીતા કવિઓના, લેખકોના તથા ભાવકોના અભિપ્રાયો વાંચવા મળશે.
હોમપેજના નીચેના ભાગે એક સફેદ બોક્સ છે જેમાં લખ્યું છે,
‘Select Tag’. ‘કાવ્યવિશ્વ’માં મુકાતી દરેક પોસ્ટમાં ટેગ આપવામાં આવે છે જેમ કે – કવિનું નામ, ગઝલ, ગીત, અછાંદસ, સોનેટ વગેરે… જો એમાં યુટ્યુબની લિન્ક મુકાઇ હોય તો ‘કાવ્યસંગીત’, પુસ્તક મળ્યું હોય તો ‘કાવ્યસંગ્રહ’ અને કવિતામાં વિશિષ્ટ વિષય હોય તો એ વિષય ટેગમાં મુકાય છે. ક્યા કવિની કેટલી કવિતા છે એ પણ આપ અહીં જાણી શકો છો.
આટલી માહિતી પર ધ્યાન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
~ સંપાદક
*****
ટેકનિકલ સહયોગ
મૌલિક નાગર, જિજ્ઞેશ અધ્યારુ, સુરેશ જાની, મયૂર પટેલ અને કોમલ ભોજાણી
આભાર
કવિ હર્ષદેવ માધવ – લોગોમાં મૂકેલી સંસ્કૃત પદાવલિ માટે
સત્યદેવ હિરાણી – ટાઇટલ ફોટા માટે (2020-2025)
મારો પરિવાર : જગદીશ, નિસર્ગ-હિના, પાર્થ-વિશાખા, શ્રી, આદિ, આર્યન અને મારા મૂલ્યવાન મિત્રો
સદાયનું સૌજન્ય
પુસ્તકો : ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સાહિત્યનાં પ્રાણવાન પુસ્તકો અને ગુજરાતી વિશ્વકોશના ગ્રંથો
વેબસાઇટ : વિકિપીડિયા, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, લયસ્તરો, Poetry India, ટહૂકો.કોમ, રેખ્તા ગુજરાતી, ગુજરાતી પ્રતિભા પરિચય, કવિતાકોશ અને સમગ્ર નેટજગત
નોંધ : અહીં મુકાયેલા લેખોમાં વ્યકત થયેલા વિચાર જે તે લેખકો અને કવિના છે