લતા હિરાણી
કવિ, સાહિત્યકાર, આકાશવાણી – દૂરદર્શન કલાકાર
ગુજરાત સાહિત્ય અકાદમી : કારોબારી સભ્ય (2015-2019)
ગુજરાતી સાહિત્ય પરિષદ : મધ્યસ્થ સમિતિ સભ્ય (2021-2023)
કૉલમ :
દિવ્ય ભાસ્કરમાં 2007થી લેખન (contd)
* કળશ પૂર્તિ – કૉલમ સેતુ (વાર્તાઓ) 2007 – 2008
* મધુરિમા પૂર્તિ – 2008 – 2011
* મધુરિમા પૂર્તિ – કૉલમ ‘કાવ્યસેતુ’ (કાવ્યના આસ્વાદો) 2011 – 2023
* મધુરિમા પૂર્તિ – કૉલમ ‘સેતુ’ (વાર્તાઓ) 2023 થી Contd….
સંપાદન :
- ‘વિશ્વા’ સામયિક (મુખ્ય સંપાદક) contd (ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશન)
- સંપાદક : ‘દિવ્ય ભાસ્કર’ ડિજિટલ પર ‘મારી વાર્તા’ વિભાગ 2021 & 2022
- www.kavyavishva.com (કાવ્યવિશ્વ.કોમ – સંપૂર્ણપણે કવિતાને વરેલી વેબસાઇટ, 2020થી)
- આમંત્રિત સંપાદક @ ‘મમતા’ – લેખિકા વિશેષાંક 2014
- આમંત્રિત સંપાદક @ ‘છાલક’ – દીપોત્સવી વિશેષાંક 2016
સાહિત્યયાત્રા 1998 થી આજ સુધી
એવોર્ડ (10) : ત્રણ ઇન્ટરનેશનલ, એક નેશનલ અને છ રાજ્યકક્ષાના એવોર્ડ
આંતરરરાષ્ટ્રીય પારિતોષિક – 3
- ‘साहित्य सारंग सम्मान’ (आंतर राष्ट्रीय हिन्दी साहित्य परिषद, (બાલી ઇંડોનેશિયા)
- ‘महाराजा चक्रधर सम्मान’ (आंतर राष्ट्रीय हिन्दी साहित्य परिषद, (મિલાન -ઈટાલી)
- ‘श्री सलेकचंद जैन सम्मान ((आंतर राष्ट्रीय हिन्दी साहित्य परिषद) श्रीलंका
રાષ્ટ્રીય પારિતોષિક – 1
- રાષ્ટ્રીય સાક્ષરતા મિશન, નવી દિલ્હી (વિવિધ ભાષાઓમાંથી સાક્ષરતા અંગે આવેલા વાર્તા પુસ્તકોમાંથી ગુજરાતી પુસ્તક ‘ધનકીનો નિરધાર’ માટે)
રાજ્યકક્ષાનાં પારિતોષિક – 6
- ગુજરાતી સાહિત્ય પરિષદ (પુસ્તક ‘ઉજાસનું પ્રથમ કિરણ’ને પ્રથમ પારિતોષિક)
- ગુજરાત સાહિત્ય અકાદમી (પુસ્તક ‘ઉજાસનું પ્રથમ કિરણ’ને દ્વિતીય પારિતોષિક)
- ‘સખી શક્તિ એવોર્ડ’ (પુસ્તક ‘ઉજાસનું પ્રથમ કિરણ’ માટે)
- ‘કલાગુર્જરી’ એવોર્ડ (કવિતા માટે)
- ‘સંસ્કારભારતી’ એવોર્ડ (સમગ્ર સાહિત્ય માટે)
- શિશુવિહાર (ભાવનગર) તરફથી શ્રી ભાગીરથીબહેન મહેતા ‘જાહ્નવી’ સ્મૃતિ કવયિત્રી સન્માન
પ્રકાશિત પુસ્તકો (કુલ ત્રેવીસ 28)
- ‘ઉજાસનું પ્રથમ કિરણ (ત્રણ એવોર્ડ, પાંચ આવૃત્તિ) 2000
- ‘ધનકીનો નિરધાર’(નેશનલ એવૉર્ડ નવશિક્ષિતો માટેનું સાહિત્ય) 2002
- ‘પ્રદૂષણ આપણી સમસ્યા, આપણો ઉકેલ 1998
- ‘ઘરથી દૂર એક ઘર’ (વાર્તાસંગ્રહ) 1998
- ‘ભણતરનું અજવાળું’ (નવશિક્ષિતો માટે) 2004
- ‘સ્વયંસિદ્ધા’ (કિરણ બેદી વિશે, પાંચ આવૃત્તિ) 2005
- ‘બિટ્ટુ વાર્તા કહે છે’ (બાળવાર્તાસંગ્રહ, બે આવૃત્તિ) 2006, 2016
- ‘લતા હિરાણીની મનપસંદ વાર્તાઓ’ (બાળવાર્તાસંગ્રહ) 2012
- ‘ગુજરાતના યુવારત્નો’ 2014
- ‘સંવાદ: મૌનને દ્વાર’ (પ્રાર્થના) 2014
- ‘બુલબુલ’ (બાળવાર્તાસંગ્રહ) 2015
- ‘ઝળઝળિયાં’ (કાવ્યસંગ્રહ) 2015
- ‘ઝરમર’ (કાવ્યસંગ્રહ) 2016
- ‘ટેરવે ઊગ્યું આકાશ’ (ગુજરાત સાહિત્ય અકાદમી પ્રકાશિત ગુજરાતી કવયિત્રીઓની કવિતાઓનું સંપાદન) 2017
- ‘હું અને કથા’ (નવલકથા) 2018
- ‘એક હતી વાર્તા’ (બાળવાર્તાસંગ્રહ) 2020
- ‘કોલ્ડ કોફી’ (વાર્તાસંગ્રહ) 2021
- ‘મૃણાલિની સારાભાઈ’ (જીવનચરિત્ર 2022)
- ‘કેવો ગડબડ ગોટાળો’ (નેશનલ બુક ટ્રસ્ટના પુસ્તકનો અનુવાદ) 2022
- ‘કાવ્યસેતુ’ ભાગ -1 (દિવ્ય ભાસ્કરની કોલમમાં લખાયેલા કાવ્યાસ્વાદો) 2022
- ‘કાવ્યસેતુ’ ભાગ – 2 (દિવ્ય ભાસ્કરની કોલમમાં લખાયેલા કાવ્યાસ્વાદો) 2022
- ‘ઉઠિયાની આંખ’ (નેશનલ બુક ટ્રસ્ટના પુસ્તકનો અનુવાદ) 2024
- ઊગ્યું રે અજવાળું (ગીતસંગ્રહ) 2024
- સાવ કોરો કાગળ (અછાંદસ કાવ્યસંગ્રહ) 2024
- તાકધિનાધીન (બાળ-કિશોર નાટક) 2024
- ભાવધારા (ચિંતનલેખો) 2025
- વ્હાલનું વાવેતર (બાળઉછેર વિષયક લેખો) 2025
- ‘ગીતાસંદેશ’ (ઓડિયો સીડી)
શોખ : લેખન, વાંચન, સંગીત
આપનો આભાર.