Home

એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી,

આંખ આખી જિંદગી મીંચી નથી.

~ યોગેશ જોષી

કવિતા તે હોવું, હયાતી, અસ્તિત્વ છે.

Poetry is existence ~ રિલ્કે (જર્મન કવિ)

ફળિયામાં છોડ વાવો, જતન કરો, એ છોડ મોટો થાય, એને ફૂલ બેસે એને 'ગીત' કહેવાય. પરંતુ વગડામાં એની મેળે મેળે ફૂલ આવે એને 'લોકગીત' કહેવાય.’ ~ ઝવેરચંદ મેઘાણી

કવિતા

મૌનનું અનાથ બાળક છે જેને શબ્દોએ દત્તક લીધેલું છે. ~ ચાર્લ્સ સિમિક

કવિતા એટલે ભાવકને બ્રહ્માનંદ જેવા આનંદની પ્રાપ્તિ કરાવવી.
~ સંસ્કૃત અલંકારશાસ્ત્રી મમ્મટ


કવિ તરીકે નિવડવું એટલે આખાય મનુષ્ય તરીકે નિવડવું.
Maturing as a poet means maturing as a whole man.
~ T. S. Eliot 

‘જેનું રસજ્ઞાન થનગન કરી રહ્યું હોય છે, જે લાગણીઓને વશ છે, જે કામક્રોધાદિકને સારી રીતે સમજ્યો એમ જુક્તિથી રંગીને બતાવવાની જેની શક્તિ છે, તેઓને ‘કવિ’ કહેવા.’ ~ કવિ નર્મદ (જૂનું નર્મગદ્ય) 

પંખીઓ એટલે ઊડતાં કાવ્યો. શિખરો એટલે અડગ કાવ્યો. નદીઓ એટલે વહેતા કાવ્યો. ખીણો એટલે જીવનથી ધબકતા કાવ્યો. કેડીઓ એટલે સાદ પાડતા કાવ્યો.

કાગળ શોધાયો, લિપિ શોધાઈ, મુદ્રણયંત્ર શોધાયું અને આપણે ચશ્માં ચઢાવીને કવિતા વાંચીએ છીએ. આંખ તો બિચારી બધું તરત જ અંદરના કાનને સોંપી દેતી હોય છે. પણ કાનથી જ નહીં, કવિતા લોહીથી વાંચવાની હોય છે. ~ ઉમાશંકર જોશી

જીવનની વિપત્તિમાંથી કવિ જે પામે છે

તેનું રહસ્ય તેની કવિતામાંથી પ્રગટે છે. ~ શેલી

 

શબ્દ કવિને અમર બનાવે છે,

કવિ શબ્દને ભાગ્યવાન બનાવે છે. ~ ડૉ. હજારીપ્રસાદ દ્વિવેદી

મારું માથું કોઈએ વાઢી લીધું હોય એવું લાગે,

ત્યારે હું માનું કે એ કવિતા છે. ~ એમિલી ડીકીનસન


જીવનને સમગ્રતામાં જીવનારને ઉપનિષદોના દર્શનમાં દેવ-ઋષિ-કવિ કહ્યા છે.

ત્રણેય એક સ્વરૂપના જ પર્યાય છે.

ક્ષણમાં જીવે તે માનવી,

ક્ષણને જીવાડે તે કવિ. ~ મિલ્ટન

સમાજ કદી કવિસૂનો ન હજો.
સંસ્કૃતિ કદી કવિતાસૂની ન હજો. ~ નિરંજન ભગત


મને જાગતો રાખવા માટે વેદના ક્યારેય ઓછી નહિ પડે

~ રોબર્ટ ફ્રોસ્ટ

 


કવિતા એટલે આત્માની માતૃભાષા.

~ ઉમાશંકર જોશી

 


કવિતા એ રોજનીશી છે જમીન પર રહેતા જળચરોની,

જે હવામાં ઉડવાની ઈચ્છા રાખે છે. ~ કાર્લ સેન્ડબર્ગ

'उच्च कोटि का सृजन तनाव की स्थिति से ही जन्म लेता है। रचना ऐसी होनी चाहिए, जैसे प्रत्यंचा से छूटा तीर।‘ ~ हरिवंशराय बच्चन


मैं अक्सर नवयुवकों को सलाह देता हूं कि जब कविता तुम्हें लाचार, विवश,  मजबूर कर दे तभी तुम कविता लिखो ~ हरिवंशराय बच्चन

જે અનુવાદમાં ખોવાઈ જાય છે એ કવિતા હોય છે.

~ રોબર્ટ ફ્રોસ્ટ

કોઇ વ્યક્તિ આજ સુધી મહાન નથી બની,

જે કવિ હોવાની સાથોસાથ પ્રકાંડ ચિંતક ન હોય. ~ કૉલરિજ

કવિતા તે હોવું, હયાતી, અસ્તિત્વ છે.

Poetry is existence ~ રિલ્કે (જર્મન કવિ)

કવિતા તે હોવું, હયાતી, અસ્તિત્વ છે.

Poetry is existence ~ રિલ્કે (જર્મન કવિ)

🌹દિનવિશેષ 13 જુલાઈ🌹

 *અવતરે ઈશ્વર તો એને ધર્મ કેવાં લાગશે ? જન્મથી નક્કી છે એને વર્ગ કેવાં લાગશે ? ~ અશરફ ડબાવાલા *રમણાઓ રસઘેલી લઈને ઉડવાનું છે, માથે મધની થેલી લઈને ઉડવાનું છે. ~ સમીર ભટ્ટ 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com...