ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ ~ ખિસકોલી * Tribhuvandas Gaurishankar Vyas

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી
તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી

તું કેવી હસે ને રમે મઝાની ખિસકોલી
તારા કૂદકા તો બહુ ગમે મઝાની ખિસકોલી

તું જ્યારે ખિલખિલ ગાય મઝાની ખિસકોલી
તારી પૂંછડી ઊંચી થાય મઝાની ખિસકોલી

તારે અંગે સુંદર પટા મઝાની ખિસકોલી
તારી ખાવાની શી છટા મઝાની ખિસકોલી

તું ઝાડે ઝાડે ચડે મઝાની ખિસકોલી
કહે કેવી મઝા ત્યાં પડે મઝાની ખિસકોલી

બહુ ચંચળ તારી જાત મઝાની ખિસકોલી
તું ઉંદરભાઇની નાત મઝાની ખિસકોલી

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી
તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી

ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ

બાળગીતો વાંચવામાં સહેલા લાગે, લખવા જરાય સહેલા નથી. એ માટે બાળમાનસની ઊંડી જાણકારી જોઈએ. બાળકને શું ગમશે, કેવું ગમશે, કેવી રીતે ગમશે ? આ બધાની સમજ હોવી જોઈએ એટલું જ નહીં, એ પચાવેલું હોવું જોઈએ. કવિ ત્રિભુવન વ્યાસના બાળગીતો વાંચીને, ગાઈને એક આખી પેઢી મોટી થઈ છે. એ જીભે નહીં, હૈયે વસેલા છે કેમ કે એમાં માત્ર જાણકારી નહીં, આનંદ પણ છે. અહીંયા જુઓ ખિસકોલી વિશે કવિએ કેટલી સરસ માહિતી બાળસુલભ આનંદ સાથે પીરસી છે ! કોઈએ આ ગીત સરસ ગાયું છે પણ ગાયિકાનું નામ ન મળ્યું.

ગઇકાલે કવિનો જન્મદિવસ એમના બાળગીતો અને સ્મૃતિવંદના સાથે….

ફોટો સૌજન્ય : કવિ ડો. વિવેક ટેલર 

OP 23.5.22

*****

વિવેક મનહર ટેલર

25-05-2022

મસ્ત મજાનું ગીત… બાળપણની ગલીઓમાં ફરીને લટાર મારવાની મજા આવી ગઈ…

આભાર.

છબીલભાઈ ત્રિવેદી

22-05-2022

સરસ બાળગીત.

1 Response

  1. ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી" says:

    વાહ, મજાની ખિસકોલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: