મનોજ જોશી ~ મારી ચાનું સૌંદર્ય * Manoj Joshi

મારી ચાનું સૌંદર્ય લવચીક…

ઉકળતી હોય ત્યારે અજવાળે રોમ રોમને પીઉં તો લાગે છે કીક !
મારી ચાનું સૌંદર્ય લવચીક…

લીંબુ ને લસ્સી તો ઉનાળે આવતાં ને શિયાળે ઘુસ મારે કાવો;
એક પછી એક બધા આવે ને જાય પણ ચાનો તો બારમાસી લ્હાવો !
સેંકડો છે Soft Drink ને હજ્જારો Hard પણ ચાને ના કોઈની’યે બીક !
મારી ચાનુ સૌંદર્ય લવચીક…

Shake અને Juice તો આયાતી લાગતાં ને Coffee તો પરદેશી પ્રાંતની,
મીલ્ટનને વાંચુ હું પહેલાં શું કામ ? કવિતા મળે જો મને કાન્તની !
નકરી પ્રશસ્તિ આ ચાની નથી ભઈ; અંદર ગુંથી છે વાત માર્મીક !
મારી ચાનું સૌંદર્ય લવચીક……..
   

~ ડૉ.મનોજ જોશી ‘મન’

સવારના પહોરમાં ચાની ચૂસ્કી લેતાં લેતાં માણવાનું ગીત

7 Responses

  1. ચા નુ સૌંદર્ય ખુબ સરસ કાવ્ય ખુબ ગમ્યુ

  2. ડૉ. મનોજ જોશી 'મન' (જામનગર ) says:

    Thank you so much

  3. ઉમેશ જોષી says:

    વાહ…ચા…વિષયક રચના…

  4. નવા અંદાજમાં રચાયેલું મનભાવન, ચા ની ચુસ્કી જેવું ગીત. વાહ!

  5. Minal Oza says:

    ચા ને કૉફીની સરખામણી મિલ્ટન ને કાન્તના સાહિત્ય સાથે કરીને બહુ માર્મિક વાત કરી છે. જેનો ઉલ્લેખ છેલ્લી બે પંક્તિમાં કવિએ કર્યો છે. સરળ લાગતી રચનામાં ઘણું ઘણું કહી દીધું છે.

  6. હરીશ દાસાણી.મુંબઈ says:

    ચા અહીં જીવનના ઉલ્લાસ અને છલકતા જીવન રસના પ્રતીક તરીકે સરસ ગીત ગાતી હોય તેમ કવિએ તેને લાડ લડાવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: