જયેન્દ્ર શેખડીવાળા ~ हम फ़क़ीरोंकी तरह & આ રક્તના નગરની * Jayendra Shekhadiwala

उदास होते है

हम फ़क़ीरोंकी तरह जब उदास होते है
एय खुदा मेरे तेरे आसपास होते है

चलती है जब तेरी नज़र कायनातों पर
हम जमीं ऐ कायनात की घास होते है

तेरे तानोंबानों को हम आरपार रखते है
हम जुलाहे भी बड़ी चीज खास होते है

जब तू बांसुरी को बुनता है आसमानोंमें
हम तेरे सिजदेमें शहादतके बांस होते है

हम पाक आबेझमझम है तेरी आँखोंका
उनको लफ़्ज़ेबूँद दे जो तेरी प्यास होते है

जयेन्द्र शेखड़ीवाला

મને લખો

આ રક્તના નગરની ભીંત પર મને લખો
હું થઈ ગયો કવિતા, મને ક્યાંય પણ લખો

હું સૂર્યનું સુવાસમાં પલટાતું તેજ છું
આ ફૂલ શી ત્વચા પર તુષારથી લખો

મારા પ્રકાશમાંથી હવે જે ન સંભવે
એવો પ્રવાસ રાતના ઉજાસ પર લખો

એના વિચારને હું મળ્યો છું ક્ષિતિજ પર
મારા ચરણનું નામ દિશાઓમાં જઈ લખો.

~ જયેન્દ્ર શેખડીવાળા  

કેટલીક કવિતાઓ સ્તબ્ધ કરી દે એવી હોય છે, એમાંની આ બે….  

6 Responses

  1. બન્ને રચનાઓ ખુબ સરસ ખુબ ગમી

  2. Varij Luhar says:

    વાહ.. બન્ને રચનાઓ ખૂબ સરસ

  3. દિલીપ જોશી says:

    લખો રદીફ જ મગજમારીવાળો છે.તમે આ ગઝલમાં કાફિયા રાખ્યા નથી એ જ એની આગવી અને નાવીન્યસભર ઓળખ છે.ત્યાં જ ગઝલનું સાચું નકશીકામ દેખાઈ આવે છે.વાહ કવિ!

  4. કાફિયા વગરની ગઝલ કહેવાય?

    • જયેન્દ્ર શેખડીવાળા says:

      એવી ગઝલને હમરદિફ હમકાફિયા ગઝલ કહેવાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: