विवेक चतुर्वेदी ~ स्त्रियाँ * અનુ. : ભગવાન થાવરાણી * Bhagvan Thavrani * Vivek Chaturvedi  

स्त्रियाँ घर लौटती हैं

स्त्रियाँ घर लौटती हैं
पश्चिम के आकाश में
उड़ती हुई आकुल वेग से
काली चिड़ियों की पाँत की तरह

स्त्रियों का घर लौटना
पुरुषों का घर लौटना नहीं है
पुरुष लौटते हैं बैठक में
फिर ग़ुसलख़ाने में
फिर नींद के कमरे में

स्त्री एक साथ पूरे घर में लौटती है
वह एक साथ आँगन से चौके तक
लौट आती है

स्त्री बच्चे की भूख में
रोटी बनकर लौटती है
स्त्री लौटती है दाल-भात में,
टूटी खाट में,
जतन से लगाई मसहरी में,
वह आँगन की तुलसी

और कनेर में लौट आती है।

स्त्री है…
जो प्रायः स्त्री की तरह नहीं लौटती
पत्नी, बहन

माँ या बेटी की तरह लौटती है
स्त्री है… जो बस रात की
नींद में नहीं लौट सकती
उसे सुबह की चिंताओं में भी
लौटना होता है।

स्त्री, चिड़ियासी लौटती है
और थोड़ी मिट्टी
रोज़ पंजों में भर लाती है
और छोड़ देती हैं आँगन में,
घर भी, एक बच्चा है स्त्री के लिए
जो रोज़ थोड़ा और बड़ा होता है

लौटती है स्त्री, तो घास आँगन की
हो जाती है थोड़ी और हरी,
कबेलू छप्पर के हो जाते हैं

ज़रा और लाल

दरअसल,
एक स्त्री का घर लौटना
महज़ स्त्री का घर लौटना नहीं है
धरती का

अपनी धुरी पर लौटना है।

~ विवेक चतुर्वेदी

એક અદભૂત કાવ્ય

સ્ત્રીઓ ઘરે પાછી ફરે છે

સ્ત્રીઓ ઘરે પાછી ફરે છે
પશ્ચિમાકાશમાં ઉતાવળે ઉડતી
કાળી ચકલીઓની હરોળની જેમ.

સ્ત્રીઓનું ઘરે પાછા ફરવું એ
પુરુષોનું ઘરે પાછા ફરવું નથી
પુરુષો પાછા ફરે બેઠકરૂમમાં
પછી બાથરૂમમાં
પછી બેડરૂમમાં

સ્ત્રી એકી સાથે સમગ્ર ઘરમાં પાછી ફરે છે
એ એકી સાથે

ફળિયાથી માંડી નવેળા લગી પાછી ફરે છે.

સ્ત્રી બાળકની ભૂખમાં
રોટલી બની પાછી ફરે છે
સ્ત્રી પાછી ફરે છે દાળભાતમાં,
તૂટેલ ખાટલામાં,
જતનપૂર્વક બાંધેલી મચ્છરદાનીમાં,
એ ફળિયાની તુલસી

અને કરેણમાં પાછી ફરે છે.

સ્ત્રી જ છે
જે બહુધા સ્ત્રીની જેમ પાછી નથી ફરતી
એ પત્ની, બહેન

મા કે દીકરીની જેમ પાછી ફરે છે
સ્ત્રી છે જે માત્ર

રાત્રિની ઊંઘમાં પાછી નથી ફરતી
એને સવારની ચિંતાઓમાં પણ

પાછા ફરવું પડતું હોય છે.

સ્ત્રી ચકલી – શી પાછી ફરે છે
અને થોડીક માટી
દરરોજ પંજામાં ભરી લાવે છે
અને પાથરી દે છે ફળિયામાં,
ઘર પણ એક બાળક છે સ્ત્રી માટે
જે રોજ થોડું – થોડું મોટું થાય છે.

સ્ત્રી પાછી ફરે તો
ફળિયાનું ઘાસ
થોડું વધુ લીલું થઈ જાય છે
છાપરાંના નળિયાં થોડા વધુ લાલ

વાસ્તવમાં
એક સ્ત્રીનું ઘરે પાછા ફરવું
માત્ર સ્ત્રીનું ઘરે પાછા ફરવું નથી
પૃથ્વીનું

પોતાની ધરી પર પાછા ફરવું છે..

હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી

સ્તબ્ધ કરી દે એવું કાવ્ય

2 Responses

  1. વાહ ખુબ સરસ કાવ્ય નો ખુબ ઉત્તમ અનુવાદ

  2. વાહ, છેલ્લી પંક્તિ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: