નિરંજન ભગત ~ ચાલ, ફરીએ * Niranjan Bhagat

ચાલ, ફરીએ !
માર્ગમાં જે જે મળે તેને હ્રદયનુ વ્હાલ ધરીએ !

બહારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા ?
જ્યાં પંથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ !

એકલા રહેવું પડી ?
આ સૃષ્ટિ છે ના સાંકડી !
એમાં મળી જો બે ઘડી
ગાવા વિષે, ચ્હાવા વિષે; તો આજની ના કાલ કરીએ !
ચાલ ફરીએ !  -નિરંજન ભગત

~ નિરંજન ભગત

સરળ અને વ્હાલથી છલોછલ આ કાવ્ય !

કવિતા તો આપણે માણી હતી આજે એ ફરી અમર ભટ્ટના મીઠા સ્વરોમાં સાંભળીએ. 

કાવ્ય : ચાલ ફરીએ – નિરંજન ભગત * સ્વરાંકન અને સ્વર : અમર ભટ્ટ

*****

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ * 12-06-2021 * થોડા શબ્દોમાં વ્હાલ પીરસી દીધું. મારા પ્રિય કવિ. અમર ભટ્ટની ગાયકી ખૂબ સરસ, માણી.

કીર્તિ શાહ * 23-05-2021 * ગાવા વિશે, ચહવા વિશે આજની કાલ ન કરીએ….. વાહ નિરંજન ભગત

ઇંગિત મોદી * 19-05-2021 * વાહ, મજા પડી.

કિશોર બારોટ * 19-05-2021 * સરળ ભાષામાં પણ ઉત્તમ સર્જન થઈ શકે તેનું અસામાન્ય ઉદાહરણ

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ * 18-05-2021 * કવિ શ્રી ભગત સાહેબ ની કાવ્ય રચનાઓ સરળ અને હ્રદય સાંસરી ઉતરી જાય એવી હોય છે. સંસ્કૃતના જાણકાર હોવા છતાં આટલું સરળ લખી જવું એ એમની ખાસિયત છે. ખૂબ સરસ .

વિવેક ટેલર * 18-05-2021 * કેવું સરસ મજાનું કાવ્ય! એકદમ સહજ અને સાધ્ય…. લાવો, તમારો હાથ મેળવીએ કવિતા તરત યાદ આવી ગઈ… આનંદ

છબીલભાઈ ત્રિવેદી * 18-05-2021 * કાવ્યવિભાગ નુ નિરંજન ભગત સાહેબ નુ કાવ્ય ખુબજ સરસ બધા વિભાગો ખુબજ માણવા લાયક હોય છે કાવ્યવિશ્ર્વ ખરેખર ખુબ સરસ કાવ્યો નો ખજાનો છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: