ગાયત્રી ભટ્ટ ~ એક જણ * Gayatri Bhatt

મને એક જણ ભીડ સરીખો ભરચક લાગે
એકલપંડે ઊભો તોયે અઢળક લાગે

વાત મજાની છેડે ત્યાં તો પંખી ઊડે
જાણે કોઇ કવિતા કેરી પંક્તિ ઊડે
એ પંક્તિમાં સામે ચાલી લય બંધાયે
લયમાં ખૂબ સુરીલો એક સમય બંધાયે
પળવિપળની વાણી જાણે અબરખ લાગે
મને એક જણ ભીડ સરીખો ભરચક લાગે…….

તપતા રણમાં ઊભો ઊભો તડકા વેઠે
પરસેવાને માણે એ તો ઝાકળ પેઠે
એના શ્વાસોમાં સૂરજ હિલ્લોળા ખાતો
આઠ પ્રહર એ ઝળહળતાનાં ગીતો ગાતો
ઝગમગ જગને પીધેલું કોઈ અચરજ લાગે
મને એક જણ ભીડ સરીખો ભરચક લાગે……..

~ ગાયત્રી ભટ્ટ 

એક મજાનું ગીત, પ્રેમમાં પડેલી સ્ત્રીનું ગીત છે. આ ગીતની વિશેષતા એ કે કોઇ મુગ્ધ કન્યા, સોળ વરસની તરુણીના આ શબ્દો નથી પણ એક પરિપક્વ સ્ત્રીનાં ઉદગારો છે એટલે પોતાનાં પ્રેમીને, મનનાં માનેલા એ ‘જણ’ને જોવાની એની દૃષ્ટિ જુદી છે, કલ્પના જુદી છે, પ્રતિકો જુદાં છે અને ભાવકને એ એની રીતે ભીંજવે છે.

આ ગીતની પહેલી કડી પ્રેમીના હૈયાનાં સુર અને લયની નમણાશ લઇને આવી છે તો બીજી કડીમાં એ જ હૈયાની તાકાત, એનાં અડીખમપણાને લઇને આવી છે. શબ્દો અને પ્રતીકો એવાં મજાનાં રચાયાં છે કે આખીયે વાતની નમણાશ, કુમાશ ક્યાંય ઓછી નથી થતી.

13 Responses

  1. Anonymous says:

    પરસેવાને માણે એતો ઝાકળ પેઠે…. ઉત્તમ કલ્પનો અને ભરપૂર વિશ્વાસ… પેમ અને પારાવાર રાગ.. ખૂબ સુંદર કાવ્ય ગાયત્રી ભટ્ટ. અભિનંદન 🌹🌹🌹

  2. હરીશ દાસાણી.મુંબઈ says:

    ગીતનો ઉપાડ જ એટલો આકર્ષક છે કે આપણે વાહ બોલી ઉઠીએ

  3. ખૂબ સરસ ગીત માણવા મળ્યું.

  4. ખુબ સરસ ગીત અને આસ્વાદ પણ અેટલોજ માણવા લાયક અભિનંદન

  5. Bhagirath Brahmbhatt says:

    વાહ

  6. Minal Oza says:

    આસ્વાદ સાથે ગીતને માણવાની મજા આવી. અભિનંદન.

  7. વહીદા ડ્રાઈવર says:

    Wahhhhh

    Moz,moz,moz….

  8. પ્રણવ says:

    વાહ મુખડુ ખૂબ સરસ,ગીત પણ 🙏🏽

  9. ખુબ ખુબ સરસ કાવ્ય અને આસ્વાદ અભિનંદન કાવ્ય વિશ્વ

  10. શ્વેતા તલાટી says:

    વાહહહહ

  11. લલિત ત્રિવેદી says:

    વાહ વાહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: