લતા હિરાણી ~ ‘કાવ્યસેતુ’ (પુસ્તક)

કાવ્ય અને ‘કાવ્યવિશ્વ’પ્રેમી મિત્રો,

એક સમાચાર આપવાનું ચુકાઈ ગયું હતું…

આપ જાણો છો કે હું દિવ્ય ભાસ્કરમાં 2007થી કૉલમ લખું છું. ‘કળશ’ પૂર્તિમાં ટૂંકી વાર્તાની કૉલમ ‘સેતુ’થી દિવ્ય ભાસ્કર સાથે મારી યાત્રા શરૂ થઈ. એક વર્ષ ‘સેતુ’ની ટૂંકી વાર્તાઓ લખ્યા પછી ‘મધુરિમા’ પૂર્તિમાં કવરસ્ટોરી લખી અને એ પછી એટલે કે 11 સપ્ટેમ્બર 2011થી ‘કાવ્યસેતુ’ કવિતાના આસ્વાદની કૉલમ લખવાનું શરૂ કર્યું જે વચ્ચે કોરોનાના નાનકડા વિરામ સાથે 17 ઓક્ટોબર 2023 સુધી ચાલ્યું. કવિતાના આસ્વાદ લખતા રહેવાનો પિરિયડ અગિયાર વરસ જેટલો લાંબો ચાલ્યો. આ કૉલમ ઘણી લોકપ્રિય બની હતી.

ફરી એ બદલાઈ ‘સેતુ’માં પરિણમી. 24 ઓક્ટોબર 2023થી ફરી ટૂંકી વાર્તાઓ ‘સેતુ’માં લખું છું જે આપ દર મંગળવારે ‘મધુરિમા’માં વાંચતાં હશો.

અગિયાર વર્ષ ચાલેલી આ કૉલમને 2022માં પુસ્તક સ્વરૂપ આપ્યું. દસ વરસના 470 કવિતાના 470 આસ્વાદોમાંથી પસંદ કરેલા આસ્વાદો 81 આસ્વાદોનું એક પુસ્તક તૈયાર કર્યું. અને પછી એને બે ભાગમાં વહેંચ્યું. એમાંના જ આસ્વાદોમાંથી ભાગ 1 માં ચાલીસ અને ભાગ 2 માં બેતાળીસ આસ્વાદો મૂકી બે પુસ્તકો તૈયાર કર્યા. જેથી કવિ ઇચ્છે તો પોતાની કવિતાવાળો ભાગ ખરીદી શકે.

નીચે આ ત્રણે પુસ્તકો 1. કાવ્યસેતુ (સળંગ) 2. કાવ્યસેતુ ભાગ 1 અને 3. કાવ્યસેતુ ભાગ 2 ના ટાઈટલના ફોટા અને બંને પુસ્તકનાં અનુક્રમના ફોટા મૂક્યા છે. કોઈને લેવાની ઇચ્છા થાય તો લખી શકે છે.

કાવ્યસેતુ : રૂ. 399/    
કાવ્યસેતુ ભાગ 1: રૂ. 291/   
કાવ્યસેતુ ભાગ 2: રૂ. 291/   (20% ડિસ્કાઉન્ટ મળશે)

આભાર આપ સૌનો.

અને આ સાથે હવે 7 મેથી ઉનાળાનું વેકેશન લેવાની ઈચ્છા રાખું છું. આ કામ વગર મને પોતાને બહુ સૂનું સૂનું લાગે છે. એટલે વચ્ચે ક્યારેક પોસ્ટ મૂકી દઉં એવું પણ બને! જેમણે subscribe કર્યું છે એમને તો વર્ડપ્રેસની વ્યવસ્થા મુજબ ઓટોમેટિક email જશે જ….પણ હવે થોડીક રજાઓ અને ….

જલ્દી ફરી મળીશું. આપ રજા આપશો.

આભારી છું.  

લતા હિરાણી

10 thoughts on “લતા હિરાણી ~ ‘કાવ્યસેતુ’ (પુસ્તક)”

  1. અવિરત સાહિત્ય સેવા થઇ છે. ખૂબ ખૂબ અભિનંદન,લતાબહેન.!
    નવા સર્જન માટે પણ વિરામ જરૂરી છે. ટૂકા વિરામ પછી મળીએ છીએ.

  2. રેખા ભટ્ટ

    વાહ લતાબેન, કાવ્યવિશ્વ આવી રીતે જ આનંદયાત્રા કરાવતું રહે. ખૂબ અભિનંદન કાવ્યસેતુ પુસ્તકો માટે. 💐

  3. વાહ, આનંદ, હાર્દિક અભિનંદન આપને. પુસ્તક રુપે સંકલિત સંગ્રહ થાય એનો આનંદ હોય જ. શુભેચ્છાઓ!

  4. હરીશ દાસાણી.મુંબઈ

    અભિનંદન. શુભેચ્છાઓ.વેકેશન લઈ ફરીથી આ સાહિત્ય પ્રસાદ વહેંચવા જલદી જલદી આવી શકાય તેવી અપેક્ષાઓ સાથે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *