અનામી – દાળ દાઝે છે

કહું શું કાલની કહાણી અરે, આ દાળ દાઝે છે… 

સાંભળ બેન ઓ શાણી અરે, આ દાળ દાઝે છે… 

પ્રભાતે કામ આટોપી ગઈ હું નાથની પાસે

નીચેથી સૂર સંભળાયા અરે, આ દાળ દાઝે છે… 

દયાથી સાસુજી ગરજ્યા, વહુજી ક્યાં જઈ બેઠા ?

એનું નાક છે કે નળિયું, અરે, આ દાળ દાઝે છે… 

પૂજા કરતાં વદયા સસરા, ખરેખર વેઠ છે આણી

એના કાન છે કે કોડિયાં ? અરે, આ દાળ દાઝે છે… 

જેઠાણી જેઠ આવીને કહ્યું માતાને સમજાવી

વહુની આ જુઓ કરણી, અરે, આ દાળ દાઝે છે… 

દિયરજી દોડતા આવીને કહ્યું બા ભૂખ બહુ લાગી

શું અહીં ગંધાય ? અરે, આ દાળ દાઝે છે… 

અરે ઓ બા બધું શું આ ? બબડતી આવી નણદલડી

ભાભી ક્યાં ગઈ જુઓ ! અરે, આ દાળ દાઝે છે… 

આજ્ઞા નાથની માંગી, જ્યાં ઝટ દોડી કે આવી

સૌ ત્યાં કડકડી ગરજ્યા, અરે, આ દાળ દાઝે છે… 

રસોડે ના ગયું કોઈ, બની ક્રોધી રહ્યા જોઈ

પડોશણ કહે જ ડોસાને અમારી દાળ દાઝે છે

પૂછે પંડિત કરશું આ, કહો વાતે શું સમજ્યા

ભૂલો કાં દાળ ના સહુની કે સૌની દાળ દાઝે છે …

આજે રવિવાર અને ખૂબ જૂનું પણ મજાનું હાસ્યગીત સાંભળો. 1938ની સાલની ગ્રામોફોન રેકોર્ડ પર પુષ્પા સંપતના નામે નોંધાયેલું આ ગીત છે. આ ગીત કોણે રચ્યું છે ? ખબર નથી ! પણ છે મજાનું !  ગીતના શબ્દો, ગાયન સાંભળીને સમજાયા એમ લખ્યા છે. રેકોર્ડિંગમાં વચ્ચે વચ્ચે સંવાદ પણ છે. એની મજા ગીત સાંભળવામાં જ આવે…  

સૌજન્ય : કવિ પ્રફુલ્લ પંડયા 

13.6.21

કાવ્ય : પુષ્પા સંપત

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

14-06-2021

વાહ, આવું ગીત પહેલી વાર સાંભળ્યું.

કિશોર બારોટ

13-06-2021

બહુજ મજાનું હાસ્ય ગીત.

Bakulesh Desai

13-06-2021

wah maza aavi gai…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: