🌹દિનવિશેષ 9 મે🌹
નામની આગળ અને પાછળ કશું ના જોઈએ ; એ બધું છે કેટલું પોકળ, કશું ના જોઈએ. ~ ગુણવંત ઉપાધ્યાય
કોણે કહ્યું પ્રેમમાં સતત સંપર્ક હોવો જોઈએ, આંખ ખુલે કે બંધ એ અંતરંગ હોવો જોઈએ ~ ગૌરવ રાવલ ‘વિદીશ’
સગપણને શું રોવું મારે, વળગણમાં પણ વાંધા જોયા ~ સુરેશ ઝવેરી
પલભરમાં તો વનનો ઘેઘૂર ફાલ ઝૂમતો હેઠો, પોપટ નાનો ઘર-મોભારે બેઠો ! ~ *ધીરુ પરીખ
*‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.
*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
@@@
Nice
ખુબ સરસ કોટ્સ ખુબ ગમ્યા અભિનંદન