લતા હિરાણી ~ પ્રગટ્યા દીપકપ્રાણ * Lata Hirani

પ્રગટ્યા દીપકપ્રાણ

પ્રગટ્યા દીપકપ્રાણ
ઝળે ઝળહળે
, દળે દીનતા
પ્રગટે, ખોલે આતમખાણ
પ્રગટ્યા દીપકપ્રાણ….

કશી તમા ના, કોઈ કહે શું !
અટવાવું ના, છોડીને હું
કૃપા ગુરુની થઈ પ્રમાણ
પ્રગટ્યા દીપકપ્રાણ….

ઝબકારામાં સદીઓ વીતી
અંધારે આવરદા ખૂટી
આજ અચાનક વરસી લ્હાણ    
પ્રગટ્યા દીપકપ્રાણ….   

દિવસો-રાતો-વર્ષો-દસકા
મીટ માંડી બેઠા
’તા જીવલા
આખર અંતે આવ્યું વ્હાણ
પ્રગટ્યા દીપકપ્રાણ….    

~ લતા હિરાણી

પ્રકાશિત > શબ્દસૃષ્ટિ 2-2024

11 Responses

  1. ઉમેશ જોષી says:

    વાહ ખૂબ સરસ અછાંદસ રચના.

  2. વાહ ખુબ સરસ રચના

  3. Kirtichandra Shah says:

    Bless Us with what happened To You be Happen To Us

  4. ખૂબ જ સરસ ગીત, માર્મિક અભિવ્યક્તિ.

  5. ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી" says:

    ભીતર દીવો પ્રગટ્યાના અનુભવનું ગીત.
    વાહ, લતાબેન.

  6. શ્વેતા તલાટી says:

    ખૂબ સરસ રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: