મનહર મોદી ~ મારું નામ કીડી

કીડી

મારું નામ
કીડી.
હું આઠ માળ ચઢી
તો પણ હાંફી નહીં
ને પડી
તો છેક નીચે ગઈ
પણ મરી નહીં.
મારું બળ મારી ગતિ છે
હું ચાલું છું
ધીમી
પણ દોડું છું પૂરપાટ.
મને કોઈ કહે કે માણસ થવું છે ?
તો હું ના પાડું.
માણસ થવાથી
આઠ માળ ચઢીને
હાંફવું પડે છે
અને
પડી જઈને
છેક નીચે જઈ શકાતું નથી
અને

અધવચ્ચે જ અથડાઈ-કુટાઈને મરવું પડે છે.
એથી તો ભલી
હું
કીડી
નાની
ને અમથી.
મારો કોઈને ભાર નહીં,
મને પણ.

~ મનહર મોદી (15.4.1937-2003-23.3.2003)

કવિને સ્મૃતિવંદના

3 thoughts on “મનહર મોદી ~ મારું નામ કીડી”

  1. ઉઘાડી રાખજો બારી, બહુ સરસ રચના. ભાવનગરના પ્રભાશંકર પટ્ટણી ( એ જ હશે!) આટલા સારા કવિ હતા એ જાણી વધુ ગર્વ થયો.
    સરયૂ પરીખ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *