ભાવિન ગોપાણી ~ મને પાગલ * Bhavin Gopani
મારવા જેવો હતો
મને પાગલ બનાવી મારવા જેવો હતો
હજી થોડો વધારે ચાહવા જેવો હતો
બધી વાતે ખુલાસો ટાળવા જેવો હતો
સમજદારીને મોકો આપવા જેવો હતો
તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા
એ કાગળ ખાનગીમાં વાંચવા જેવો હતો
હું માનું છું, બહુ ખોટું થયું, છુટ્ટા પડ્યા
એ માને છે કે છેડો ફાડવા જેવો હતો
હતો પાતાળને લાયક, મળ્યું આકાશ છે
ઉછાળ્યો છે જે કિસ્સો દાટવા જેવો હતો
તમે ભગવાનની તસવીર ટાંગી ભીંત પર?
તમારે તો અરીસો ટાંગવા જેવો હતો
ન ફરક્યું સ્મિત ને ફરક્યું તો લાંબું ના ટક્યું,
ઉદાસી પર ભરોસો રાખવા જેવો હતો
ઊઠ્યો પડદો અને નાટક થયું એવું શરૂ,
હવે લાગે છે પડદો માણવા જેવો હતો.
~ ભાવિન ગોપાણી
મત્લાના શેરે મને યાદ અપાવી, ‘કોઈ પત્થરસે ના મારો મેરે દીવાને કો…’
બધા જ શેર અફલાતૂન..
‘કાવ્યવિશ્વ’ને મળેલા કાવ્યસંગ્રહો : 1. અગાશી 2. ઉંબરો 3. ઓરડો
OP 26.2.22
***
છબીલભાઈ ત્રિવેદી
27-02-2022
ભાવિન ગોપાણી નુ કાવ્ય ખુબજ ગમ્યું બધા શેર સરસ ખુબ ખુબ અભિનંદન આભાર
સાજ મેવાડા
26-02-2022
ખૂબ જ સરસ ગઝલ.
વાહ, ખૂબ સરસ ગઝલ
sundr rachna gujarati gajal kam thi kam 21 sdi to puri karshej