પ્રતિકાવ્ય ~ નટવરલાલ બુચ * Natvaralal Buch

એક જ દે ચિનગારી, મહાનલ !

ચકમક  લોઢું  ઘસતાં ઘસતાં, ખરચી  જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી… મહાનલ

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી  આભ અટારી;
ના સળગી એક સગડી મારી,વાત  વિપતની ભારી… મહાનલ

ઠંડીમાં   મુજ   કાયા   થથરે, ખૂટી    ધીરજ   મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી… મહાનલ

~ હરિહર ભટ્ટ

યાચે શું ચિનગારી મહાનર, યાચે શું ચિનગારી ?…..મહાનર.

ચકમક-લોઢું મેલ્ય પડ્યું ને બાકસ લે કર ધારી;
કેરોસીનમાં છાણું બોળી ચેતવ સગડી તારી ……મહાનર.

ના સળગ્યું એક સગડું તેમાં આફત શી છે ભારી?
કાગળના ડૂચા સળગાવી લેને શીત નિવારી …….મહાનર.

ઠંડીમાં જો કાયા થથરે, બંડી લે ઝટ ધારી;
બે-ત્રણ પ્યાલા ચા પી લે કે ઝટ આવે હુંશિયારી……મહાનર.

નટવરલાલ  પ્ર. બુચ

‘એક જ દે ચિનગારી’ ગુજરાતી ભાષાનું આ વિખ્યાત ઉત્તમ ભક્તિકાવ્ય ‘કાવ્યવિશ્વ’ પર આપે માણ્યું છે. એનું પ્રતિકાવ્ય ગુજરાતી ભાષાના વિદ્વાન એવા શ્રી નટવરલાલ પ્ર.બુચે  કેવું મજાનું આપ્યું છે જુઓ ! ન.પ્ર.બુચ હાસ્યકવિતાઓ અને હાસ્યનિબંધો માટે જાણીતા છે.   

OP 29.5.22

Sarla Sutaria

29-05-2022

ખરેખર ખૂબ સુંદર કાવ્ય- પ્રતિકાવ્ય.

દીપકભાઈ કે. ગોહેલ

29-05-2022

૨૯/૦૫/૨૦૨૨
દીપકભાઈ કે. ગોહેલ.
વાહ .. ખૂબ જ સરસ.

ઉમેશ જોશી

29-05-2022

પ્રતિકાવ્ય, ખરેખર સરસ છે..
ન.પ્ર.બુચસાહેબને સ્મરણ વંદના..

આભાર

29-05-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી, ઉમેશભાઈ અને વિવેકભાઈ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

29-05-2022

ખૂબ મજાનું પ્રતિકાવ્ય, અઘરી વાતને સામાન્ય બનાવી દીધી.

Vivek Tailor

29-05-2022

જાણીતું પણ વાગોળવું ગમે એવું

છબીલભાઈ ત્રિવેદી

29-05-2022

અેકજ દે ચિનગારી નુ પ્રતિ કાવ્ય ખુબજ ગમ્યું હાસ્ય સભર આવા કાવ્યો પણ ખુબજ માણવા લાયક હોય છે અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: