લોકગીત ~ ઓ રાજ

ઓ રાજ રે.. વાવડીના પાણી ભરવા ગ્યા’તાં
મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો

ઓ રાજ રે.. ઘરમાંથી ઘંટીઓ કઢાવો
મને લહેરક લહેરક થાય રે, લહેરાકે જીવડો જાય રે
મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો

ઓ રાજ રે.. સુરતની સાડીઓ મંગાવો
એ સાડીઓ ફડાવો, એના પાટા બંધાવો
મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો

ઓ રાજ રે.. ઘરમાંથી ખાણીયા કઢાવો
મને ધમક ધમક થાય રે, ધમકારે જીવડો જાય રે
મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો

ઓ રાજ રે.. વાવડીના પાણી ભરવા ગ્યા’તાં
મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો

~ લોકગીત

OP 30.5.22

લોકગીત * સ્વર : નયના શર્મા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: