સુરેશ જોશી ~ આજે સવારે * Suresh Joshi

આજે સવારે બેઠી નિશાળ,
પવન ઘુંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ.

હારબંધ આ કબૂતર ગોખે
ગઈ કાલનો પાઠ ઝરોખે;
સવારનો આ ચન્દ્ર રાંકડો –
ધ્રૂજતે હાથે લખેલ આંકડો!
સુર્યકિરણની દોરી રેખા
કોણ, કહોને, માંડે લેખાં?

આજ સવારે બેઠી નિશાળ
પવન ઘુંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ.

~ સુરેશ જોશી

આવું હળવું કાવ્ય પણ સુરેશ જોષી જેવા એક ગંભીર કવિ લખે છે!

OP 30.5.22

***

સાજ મેવાડા

31-05-2022

વાહ, પ્રકૃતિ નો સ્વાનુભવ કાવ્યમાં ઉતર્યો છે. સ્મૃતિ વંદન કવિને.

આભાર

31-05-2022

આભાર પ્રફુલ્લભાઈ અને બકુલેશભાઈ

સૌ મિત્ર મુલાકાતીઓનો આભાર

bakuleshdesai51@gmail.com

31-05-2022

Wah sars. તેઓ સફળ પિતા ને દાદા પણ હતા j..

પ્રફુલ્લ પંડયા

30-05-2022

વિશિષ્ટ કાવ્ય પસંદગી ! શ્રી સુરેશ જોશીનું સુંદર કાવ્ય અને એ પણ બાળ કાવ્યની હળવીફૂલ શૈલીએ !
શ્રી લતાબેનને અભિનંદન!
પ્રફુલ્લ પંડ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: