કમલેશ શુક્લ ~ કાવ્યસંગ્રહ ‘‘નભે આજ સૂરજ અસરદાર લાગે’ * Kamlesh Shukla
કાગળનો અવતાર અમારો, શબ્દ અમારો વેશ
હોય હરખ તો રંગબેરંગી, નહીં તો જીવતા ઢેર*****
આંગણે એ તાપણે તાપી સહજ ચાલ્યા ગયા
તે પછી તો આપણે પણ આગ ઠારી આકરી.*****
રાત લાંબી છે અને ઘેરે બધે અંધાર પણ
આશ તૂટી ને વધ્યો છે આંખ માથે ભાર પણ.*****
સાંજ પડે ત્યાં ડાળી હાલી
કલરવ ઊઠ્યો, ઈશ્વર છે એ.*****
રોજ ઝાકળ બેસવાની છે કથા
સ્પર્શ ભીને ચાહવાની છે કથા*****
ખરે છે રોજ દીવાલો
કથા સૂણી વ્યથાની છે.*****
આંખમાં સંભારણા સૂતાં રહી નિહાળતા
યાદના એ ટૂકડા સીવ્યા કરે એકાંતમાં*****
તું નથી તો આ અગાસી સાવ સૂની લાગતી
સામસામે ખૂલતી બારીએ નાતો હોય છે.*****
પ્રેમ મને હું કરવા લાગ્યો
ઈશ્વર બેઠો દિલમાં ભાળ્યો.*****
સ્પર્શની તો મજા હતી લહેરે
જિંદગીને ગમ્યો કિનારો છે.*****
~ કમલેશ શુક્લ
‘કાવ્યવિશ્વ’માં કવિ કમલેશ શુક્લના કાવ્યસંગ્રહ ‘નભે આજ સૂરજ અસરદાર લાગે’નું સ્વાગત છે.
કમલેશ શુક્લ * ‘નભે આજ સૂરજ અસરદાર લાગે’* સાયુજ્ય 2024
ખુબ સરસ કાવ્ય ખુબ માણવા લાયક અભિનંદન
ખૂબ ખૂબ આભાર ભાઈ
સ્વાગત કવિશ્રી કમલેશ શુક્લ ને. અભિનંદન.
ધન્યવાદ ભાઈ 🙏
મારા પ્રથમ ગઝલસંગ્રહના ચૂંટેલા શેર www. kavyavishva.com પર મૂકવા બદલ હું આદરણીય કવયિત્રી લતાબહેન હિરાણીનો આભારી છું.
આનંદ આનંદ કમલેશભાઈ
ધન્યવાદ 🙏
કાવ્ય સંગ્રહ માટે અભિનંદન તથા શુભેચ્છાઓ
ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏