અદમ ટંકારવી ~ નફા ને ખોટનો & મીઠ્ઠી માલિકની * Adam Tankarvi

ન કર

નફા ને ખોટનો ખયાલ ન કર,
ફકીર સાથે ભાવતાલ ન કર.

કોક બીજુંય વસે છે અહીંયાં,
અહીંયાં તું આટલી ધમાલ ન કર.

કેમ કે તું નથી તારી મિલકત,
દોસ્ત તારામાં ગોલમાલ ન કર.

તું નથી જાણતો ક્યાં જાય છે તું,
આટલી તેજ તારી ચાલ ન કર.

લોક માલિકને ભૂલી બેસે,   
સંત તું એટલી કમાલ ન કર. 

~ અદમ ટંકારવી  

દીવા જેવી

મીઠ્ઠી માલિકની દયા જેવી
વાત છે ચોખ્ખી દીવા જેવી.

તારા જ શહેરમાં જિન્દગી મારી
તેં જ ફેલાવેલી અફવા જેવી.

છોડ રૂપક ઉશેટી દે ઉપમા
એ નથી કોઈ કે કશા જેવી.

દિલ બન્યું જામ ત્યારથી ઝાહિદ
હરકોઇ ચીજ છે સુરા જેવી.

સ્મરણ તારું છે સાતસોછ્યાસી    
યાદ તારી છે શ્રી ૧| જેવી.

ગઝલ લખી દ્યો સીધીસાદી, અદમ
જીવીકાકીની સવિતા જેવી.

~ અદમ ટંકારવી

4 Responses

  1. બન્ને રચનાઓ ખુબ સરસ ખુબ ગમી

  2. ઉમેશ જોષી says:

    બન્ને ગઝલ સંવેદનશીલ છે.

  3. વાહ,‌બંને ગઝલો ‘કાબિલે દાદ’ છે. મજા પડી.

  4. હરીશ દાસાણી.મુંબઈ says:

    અદમ ટંકારવીનો કાવ્ય મિજાજ પ્રગટ કરતી ટૂંકી બહરની સરસ ગઝલો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: