વજેસિંહ પારગી ~ સપનાં કમળનાં

સપનાં કમળનાં દઈને વધુ ના સતાવ રે,
છે આંખ મારી જન્મથી સૂકું તળાવ રે.

છૂટી ગયાં સગપણ પછી ઘરનો લગાવ શું ?
વણજાર છૂટી ને રહ્યો સૂનો પડાવ રે.

ના હાથ મારે બાગ, ના હૈયે વસંત છે,
તું ના હવે મારી કને ગજરો મગાવ રે.

હસવું પડે તો હસ અને રડવું પડે તો રડ,
કરવું પડે તે કર, નથી બીજો બચાવ રે.

મરજી જણાવી કોઈને હું શું કરું ભલા ?
મરજી મુજબ બનતો નથી એકે બનાવ રે.

~ વજેસિંહ પારગી

કાવ્યમાં જાણે હૃદય ઠલવાયું છે….

5 thoughts on “વજેસિંહ પારગી ~ સપનાં કમળનાં”

  1. વાહ… અર્ધી પંક્તિમાં નિચોડ.. અદભૂત

  2. ઉમેશ જોષી

    સકળ શે’ર મર્મજ્ઞ હ્રદયસ્પર્શી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *