શૈલેષ પંડ્યા ~ હીંચકો

હીંચકો છૂટો મૂકીને શૈલેષ પંડ્યા ભીનાશ  

હીંચકો છૂટો મૂકીને ઝૂલવું છે

આપણે હાથે કરીને ભૂલવું છે.

એ ખરું ખોટું કરી જીવી રહ્યા ને

આપણે સાંધા કરી સંતુલવું છે.

નાળ નાભિ સહેજમાં ખેંચાય વ્હાલા

પોતને એકાંતમાં સંકુલવું છે

ફૂંક ઉછીની લઈ ફુગ્ગો ભર્યો છે

ફૂલવા દે, એમને બસ ફૂલવું છે.

સાંભળ્યુ, ઝાકળ બધું ઊડી ગયું છે

બેસ ને ‘ભીનાશ’ રણને ખૂલવું છે.

શૈલેષ પંડ્યા ભીનાશ

સ્વની સાથે દોસ્તી કરવાની ઝંખના લગભગ બધા શેરમાં ફોરે છે. તો અન્યની લાલસાને નજરઅંદાજ કરવાની વૃત્તિ બીજા અને ચોથા શેરમાં વરતાય છે. ‘સંતુલવું’. ‘સંકુલવું’ પ્રયોગ પણ મજાના નીપજ્યા છે. છેલ્લો શેર આ બંને વૃત્તિનું સંમિશ્રણ લઈને આવે છે. સરસ કવિ !

OP 24.6.22

***

Shailesh Pandya BHINASH

25-06-2022

Nice ..Thank you lataben
Than k you Jigna ben,Dipakbhai,Saj Mewada,Varijbhai,Chhbilbhai,

Jigna mehta

25-06-2022

Wah… Sailesh bhai

Dipak valera

25-06-2022

ખૂબ સરસ

આભાર

25-06-2022

આભાર છબીલભાઈ, દિપકભાઈ, મેવાડાજી, વારિજભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર

સાજ મેવાડા

24-06-2022

વાહ, ખૂબજ સરસ ગઝલ. જન્મ દિવસની હાર્દિક શુભેચેછાઓ કવિને.

દીપક વાલેરા

24-06-2022

બહુ સરસ

Varij Luhar

24-06-2022

જીટીપીએલ. પરથી ‘કાવ્ય રસ ‘ કાર્યક્રમમાં મોટાભાગના કવિઓને
પ્રસ્તુત કરી ચૂકેલા કવિશ્રી શૈલેષ પંડ્યા ‘ ભીનાશ ‘ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 🎂💐

છબીલભાઈ ત્રિવેદી

24-06-2022

સરસ કાવ્ય અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: