कृष्ण कल्पित – અનુવાદ રમણીક અગ્રાવત

जैसे कोई बाघ डुकर रहा हो

कोई हाथी चिंघाड़ता हो

शेर दहाड़ रहा हो जैसे

कोई हिरण कुलाँचे भरता हो

कभी सुना है ध्रुवपद

जैसे किसी निर्जन में सांय सांय सन्नाटा

इसके बाद गिरता है कोमलध्रुपद का कलरव

और पखावज

जैसे कुमैतअश्वों की टोली हो दौड़ती हुई टप टप

संगीत मनुष्य से जानवर बनने की कला है

जंगलीजानवर वन्यजीव बेख़ौफ़स्वतन्त्रउन्मुक्त

ध्यान से सुनो नारद ऋषि की बात

मयूर षड़ज में बोलता है

गायें ऋषभ में रंभाती हैं

सारस मध्यम में बोलता है

बकरी गंधार में

कोयल पंचम सुर में कूकती है

घोड़ा धैवत में धावता है

और हाथी निषाद में

जितने भी राग मनुष्य ने बनाये

वह उनसे अच्छा जानवर गा सकते हैं

सुर साधने से पहले

जंगली बेर खाना मत भूलना

जो जितना जानवर होगा उतना बड़ा गायक होगा

कविता एकमात्र विद्या है दुनिया में

जिसके लिये मनुष्य होना ज़रूरी है !

~ कृष्ण कल्पित

#संगीतसुधासार .    कृककविता

જાનવર બનવાની કળા ~ કૃષ્ણ કલ્પિત

જેમ કોઈ વાઘ ઘૂરકી રહ્યો હોય

કોઈ હાથી ચિંઘાડતો હોય

સિંહ ત્રાડી રહ્યો હોય

કોઈ હરણ ઠેકડા મારતું હોય

ક્યારેય સાંભળ્યું છે ધ્રુવપદ

જાણે કોઈ નિર્જનમાં સૂસવાતો સન્નાટો

પછી એમાં છંટાય કોમળ ધ્રુપદનો કલરવ

અને પખવાજ

જાણે સેંકડો અશ્વોની ટોળી દોડે ટપ ટપ ટપ ટપ

સંગીત મનુષ્યમાંથી જાનવર બનવાની કળા છે

જંગલી જાનવર વન્ય જીવ નીડર સ્વતંત્ર ઉન્મુક્ત

ધ્યાનથી સાંભળો નારદઋષિનું કહેવું

મયૂર ષડજમાં બોલે છે

ગાયો ઋષભમાં રંભાય છે

સારસ મધ્યમમાં બોલે છે

બકરી ગંધારમાં

કોયલ પંચમ સૂરમાં કુહૂકાર કરે છે

ઘોડો ધૈવતમાં હણહણે છે

અને હાથી નિષાદમાં

જેટલા પણ રાગ મનુષ્યોએ સર્જ્યા

એ એમનાથી સારાં પ્રાણીઓ ગાઈ શકે છે

સૂર સાધતાં પહેલાં

જંગલી બોર ખાવાનું ન ભૂલશો

જે જેટલો જાનવર હશે એટલો મોટો ગાયક બનશે

કવિતા એકમાત્ર વિદ્યા છે દુનિયામાં

જે માટે મનુષ્ય હોવું જરૂરી છે.

હિંદીમાંથી અનુવાદ : રમણીક અગ્રાવત

5 thoughts on “कृष्ण कल्पित – અનુવાદ રમણીક અગ્રાવત”

  1. ખૂબ સરસ કાવ્ય અને એટલો જ સુંદર અનુવાદ,! જાનવર અને મનુષ્યના એકમેકમાં રૂપાંતરિત થવાની રસપ્રદ પ્રક્રિયા સંગીતના અમૃત સાર સુધી લઈ જાય છે.વાહ ! પ્રિય રમણિકભાઈને હાર્દિક અભિનંદન !
    પ્રફુલ્લ પંડ્યા

  2. હરીશ દાસાણી.મુંબઈ

    સંગીત અને કવિતા. એક પ્રાકૃતિક. બીજી માનવસર્જિત. અહીં કવિ મનુષ્ય અને પ્રકૃતિએ પ્રાણીઓને આપેલ ઉપહાર બંનેનો મહિમા કરે છે. હિન્દી કાવ્ય અને અનુવાદ બંને રચનાઓ આકર્ષક.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *