નર્મદ ~ ગરવી ગુજરાત * Narmad

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,

જય જય ગરવી ગુજરાત

ધ્વજ પ્રકાશશે  ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત……

ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ  ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત, જય જય ગરવી ગુજરાત………

નદી તાપી નર્મદા જોય, મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત, જય જય ગરવી ગુજરાત………..

તે અણહિલવાડના રંગ, તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે  રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી  ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત…….

– કવિ નર્મદ 

કવિ નર્મદના આ ગીત વગર ગુજરાત અને ગુજરાતી ભાષા અધૂરાં છે.

24.8.21

સાંભળો આ ગીત

*****

આભાર આપનો

27-08-2021

આભાર વિવેકભાઈ, છબીલભાઈ, વારિજભાઈ, મયૂરભાઈ અને મેવાડાજી..

આરતીબેન, હિતેશભાઈ આભાર…

કાવ્યવિશ્વની મુલાકાત લેનાર સૌનો આભાર.

Vivek Tailor

25-08-2021

સદાબહાર રચના…

છબીલભાઈ ત્રિવેદી

24-08-2021

આજે વીર નર્મદ ની જન્મજયંતી તેમનુ કાવ્ય જય જય ગરવી ગુજરાત ખુબજ સમયોચિત. આ મહાન કવિશ્રીને પ્રણામ આભાર લતાબેન

Varij Luhar

24-08-2021

જય જય ગરવી ગુજરાત..જય ગુર્જરી

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

24-08-2021

આ નર્દના ગીત જેવું મળવું મુશ્કેલ છે. અને ગાયન ફણ રુવાડાં ઉભાં કરી દે છે.

મયૂર કોલડિયા

24-08-2021

અમર રચના….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: