

પીડારાણી આવ, હવે તો ભેટી લે
પીડા સાથે પ્રાણ વરીને ઊભી છે*****
‘ઝરમર’ થયા તો લાગ્યું ફેરો સફળ થયો છે
‘વર્ષા’ થવા ફરીથી તરસી જવાનું કાયમ*****
પીડાનું સન્માન થવાનું જાણીને
અશ્રુ દોડાદોડ કરે છે કાગળ પર*****
ખરેખર આપણો નાતો ઋણાનુબંધ છે
તમે છો ધૂપ, હું લોબાન થઈને બેઠી છું.*****
ખુદને જીતી આખી દુનિયા હારી છું
જાગી ગઈ હું, તે દિવસથી તારી છું.*****
જળને તળિયે જઈને જોયું,
મોતીમાંથી છીપ પડી ગઈ.*****
ઢાળ પડે ત્યાં ઢળી જવાનું
પગલાની સાવધતા શું છે?*****
પગ ઉપાડે તું ને મારા હાથ જાજમ થઈ જતા
જો હવે રસ્તો કોઈ દેખાય છે? ચલ જોઈએ.*****
તોરણ થઈને ઝૂલણ લેતી દરવાજે
કાગા દે અણસાર કહીને ઊભી છે.*****
~ વર્ષા પ્રજાપતિ
‘કાવ્યવિશ્વ’માં વર્ષાબહેનના કાવ્યસંગ્રહ ‘હાથ જાજમ થઈ જતા’નું સ્વાગત છે.
વર્ષા પ્રજાપતિ * ‘હાથ જાજમ થઈ જતા’ * ડિવાઇન 2023
તારાથી મારામાં જાગ્યું, સાતે કોઠે અથડાયું
તળિયાથી લઈ ટોચ લાગી એ પડી આથડી ઊંચકાયું*****
સમજો તો છે એક જ સાંવર, નામ ગુણ આકાર
ભેદ પ્રેમનો પરખો વાલમ, બ્રહ્મ તત્ત્વનો સાર*****
કંકુવરણું આભ ઊભું છે સામૈયે
લે, દરવાજો ખોલ કે સાજણ આયો રી*****
શ્વાસ સરખી ગતિ કર, ધર પલાંઠી ભીતરે
લય-વિલય શું છે સમજવા, આવ-જાને પૂછ તું*****
હૃદયની ભીંત પર ખીલ્લી મારીને ટાંગી દીધી છે
બહુ નટખટ બની ગઈ છે, હવે મનગમતી પીડાઓ*****
રાખો મારા વેણ હરિવર, રાખો મારા વેણ
અંત ઘડીએ પરગટ થાજો, ઠરશે મારા નેણ*****
હું આગ બનું કે બાગ બનું એ નક્કી ખુદને કરવા દો
ના ઓથ બીજાની ઇચ્છું હું બસ મારી રીતે વહેવા દો*****
મનગમતા શમણામાં ઝૂલયુ લાલ, ગુલાબી પરવાળું
અલખ મલક અજવાળું આવ્યું, અલખ મલકનું અજવાળું*****
~ વર્ષા પ્રજાપતિ
‘કાવ્યવિશ્વ’માં વર્ષાબહેનના કાવ્યસંગ્રહ ‘અલખ મલકનું અજવાળું’નું સ્વાગત છે.
વર્ષા પ્રજાપતિ * ‘અલખ મલકનું અજવાળું’ * ડિવાઇન 2023

પ્રિય લતાબહેન તથા કાવ્યવિશ્વ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. 🌺🌺🌺💐💐💐🙏😊
આપ સતત ગુજરાતી સાહિત્ય જગતમાં પ્રવૃત રહો છો અને આપ દ્રારા અન્ય સાહિત્ય સર્જનની નોંધ પણ લેવાતી રહે છે એનો રાજીપો છે. ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન.
આનંદ આનંદ વર્ષાબહેન.
બન્ને કાવ્ય સંગ્રહનું સ્વાગત સહ અભિનંદન.
વાહ, આપે પસંદ કરેલાં અવતરાણો વાંચી કાવ્ય સંગ્રહો ખૂબ જ સરસ હશે એવી પ્રતીતિ થાય છે. કવયિત્રી ને અભિનંદન, આવકાર, શુભેચ્છાઓ!
ખૂબ ખૂબ આભાર સર મિત્રોનો💐💐💐
બંને કાવ્યો દ્વારા બંને કાવ્યસંગ્રહોની આછેરી ઝલક મળી ગઈ. અભિનંદન.
ખૂબ ખૂબ આભાર સૌ મિત્રોનો💐💐💐🙏🙏🙏
બંને સંગ્રહોમાંથી પસાર થતાં કવયિત્રીની શબદદેવતા પ્રત્યેની નિષ્ઠા અને સાવધતા પ્રગટ થાય છે…
જીવે શબદ…