નિરંજન ભગત ~ વસંતરંગ લાગ્યો * Niranjan Bhagat

વસંતરંગ લાગ્યો ~ નિરંજન ભગત

વસંતરંગ લાગ્યો !
કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો

ડાળે ડાળ કળીઓ શું જોબનમાં ઝૂલતી
આંબાની મ્હોરેલી મંજરીઓ ડોલતી,
કોયલ શી અંતરની આરત ખોલતી!
વાયરાની વેણુમાં મત્ત રાગ વાગ્યો!

પગની પાનીએ રંગ મેંદીનો રેલતી,
કાને કેસૂડાંનાં કુંડળ બે મેલતી,
કુંજમાં અકેલ કોણ ફાગનૃત્ય ખેલતી?
મેં કોના તે રાગમાં વિરાગયાગ ત્યાગ્યો?
વસંતરંગ લાગ્યો !

નિરંજન ભગત

વસંતનું ગીત છે. સંવેદનશીલ હૃદયને ડોલાયમાન કરી દે એવી ઋતુ ! વસંતનું વર્ણન તો એ જ છે….. જે અનેક કલમોએ કર્યું છે ? અહીં વિશેષ શું છે ? ‘મેં કોના તે રાગમાં વિરાગયાગ ત્યાગ્યો?  – અને આ ગીત વહાલું લાગ્યું !

OP 18.5.22

*****

આભાર

21-05-2022

આભાર વિવેકભાઈ, છબીલભાઈ, મેવાડાજી

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

20-05-2022

સ્મૃતિ વંદન

છબીલભાઈ ત્રિવેદી

19-05-2022

નિરંજનભગત નુ વસંત ગીત બીજા ગીતો થી જુદુ પડે છે અેક સિધ્ધહસ્ત રચનાકાર ની આતો ખુબી હોય છે તે બીજા થી થોડુ હટકે આપે છે

વિવેક મનહર ટેલર

18-05-2022

ઉત્તમ ગીતરચના…

1 Response

  1. Anonymous says:

    કાને કેસુડાનાં કુંડળ….વાહ, બહુ સરસ
    ,,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: