Tagged: પ્રકૃતિ

મનોહર ત્રિવેદી ~ તડકાને તો * Manohar Trivedi

મનોહર ત્રિવેદી 
તડકાનું ગીત અને તેય સવારના કુમળા તડકાને જ નહીં, વૈશાખના ભરબપ્પોરને પણ કવિએ કેવી હલકથી શબ્દોમાં પરોવી દીધો છે ! શબ્દો આંખમાં ઉતરે ને ગળામાં સૂર છલકાવા માંડે એ ગીત !

પારુલ ખખ્ખર ~ દરિયો * Parul Khakhkhar

શરમ છોડી ઉઘાડેછોગ ભેટી જાય છે દરિયો,જરા શી આંખ મિંચકારી પછી મલકાય છે દરિયો. અઘોરી જેમ ખિસ્સામાં રહેલી રેત ધૂણે ને,બની સાંકળ ત્વચા પર તે પછી વિંઝાય છે દરિયો. કિનારા પર પ્રથમ તો એક પગલું આળખે પોતે,પછી મોજાં ભરેલી આંખમાં...

હર્ષદ ચંદારાણા ~ ગરજતા મેઘ

ગરજતા મેઘ, ગાતાં વાદળાં ઘનઘોર આવ્યાં છે,નવાં કૈં ગીત લઈને કેટલા ટાગોર આવ્યા છે. હતું નભ સાવ ખાલીખમ, અડકતા પીંછી વાદળની,થયું એ વહાલનો કાગળ, આ એવા પ્હોર આવ્યાં છે. પડે માથે ને ચમકાવે, મને વિહ્વળ કરે છાંટા,પહેરી મેઘ-ધનુનાં વસ્ત્ર એ...

નીતા રામૈયા ~ વરસાદ

પહેલે વરસાદે, કેમ કરી પામવા મોસમના અઢળક મિજાજ; ઊભા રહો તો રાજ, આંખ ભરી જોઇ લઉં, વાદળ ને વીજના રુઆબ. વહેલી સવારથી ઘેરાયું આભ અને આભમાં વરતાયું આષાઢી કહેણનું વણછુટ્યું બાણ; ઊભા રહો તો રાજ, માણી લઉં બે ઘડી આકાશી...

કિશોર બારોટ ~ વરસાદ

ધોરીયા ધારે આભથી પડતું મુકતો રે વરસાદ. તીરની પેઠે ભોંયમાં ‘ખચાક’ ખૂંપતો રે વરસાદ. ડુંગરાઓ ઉથલાવશે જાણે, વાયરે એવો વેગ. આભને ઊભું ચીરતી ‘સટાક’ વીજની તાતી તેગ. હુમ..હુડૂડૂ  સિંહની પેઠે હૂંકતો રે વરસાદ. તીરની પેઠે ભોંયમાં ‘ખચાક’ ખૂંપતો રે વરસાદ....

હર્ષદ દવે ~ તડકો

તડકો : હર્ષદ દવે તડકો કાચ તોડી નાખે એવો લાલ-લીલું-ભૂરું વિખરાય રેતવરણાં ઉજાગરા દેખાય ગત જન્મના વેરી રસ્તાઓ છતી આંખે શરીરની આરપાર પ્રસરી જાય ધમની-શિરાઓ તડાક તૂટે ઢગલો કરી ઢાળી દે આખ્ખે આખા ગરમાળાનું બી મોતીયો બની ઝૂરે ગુલમ્હોરની પાંદડીને...

ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ ~ વૃક્ષ નથી * Chandresh Makwana

વૃક્ષ નથી વૈરાગી એણે એની એક સળી પણ ઇચ્છાથી ક્યાં ત્યાગી વૃક્ષ નથી વૈરાગી જેમ ખૂટ્યાં પાણી સરવરથી જેમ સુકાયાં ઝરણાં જેમ ભભકતી લૂ લાગ્યાથી બળ્યાં સુવાળાં તરણાં એમ બરોબર એમ જ એને ઠેસ સમયની લાગી. વૃક્ષ નથી વૈરાગી…..  તડકા-છાયા...

પ્રહલાદ પારેખ ~ જૂઈ * Prahlad Parekh

જૂઈ : પ્રહલાદ પારેખ સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય,ભટૈરિયાં શા તારલિયા લઈ ચંદા આભે રમવા જાય,ખીલે છે જૂઈ ત્યારે, તેને ગમતું અંધારે. માનવ આ દુનિયાને છોડી સ્વપ્નોને સંસારે જાય,સમીર કેરી હેરે જ્યારે ફૂલો ધીમાં ઝોલાં ખાય,જૂઈ જતી રમવા...

નીનુ મઝુમદાર ~ પંખીઓએ કલશોર કર્યો

પંખીઓએ કલશોર કર્યો ભાઈ : નીનુ મઝુમદાર પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો,કૂથલી લઈને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો. ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો. પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,નીરખે...

ભદ્રેશ વ્યાસ ~ શિયાળો

શિયાળો ~ ભદ્રેશ વ્યાસ ‘વ્યાસવાણી’ થથરતી થથરતી ઊઠે છે સવારો, પડી જાય ટાઢો સૂરજનોય પારો. ઘડીભર તો લાગે કે જીતી જવાનો, એ તડકોય હારી જતો જંગ સારો. જરા બ્હાર નીકળો તો માલૂમ પડે કે, આ ધરતી ઉપર ટાઢનો છે પથારો. કડક ચોકી પ્હેરો...

મનોજ ખંડેરિયા ~ રસ્તા વસંતના * Manoj Khanderiya

રસ્તા વસંતના ~ મનોજ ખંડેરિયા આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતનાફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના ! મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના લૈદોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના ! આ એક તારા અંગે ને બીજો ચમન મહીંજાણે કે બે...

હિતેન આનંદપરા ~ ઝાડ તને

ઝાડ તને મારા સોગંદ ~ હિતેન આનંદપરા ઝાડ તને મારા સોગંદ  સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?  વરસોથી એક જ જગાએ ઊભા રહીને કંટાળો આવતો નથી ?  તારો એક્કેય ભાઈબંધ એની પાસે તને પ્રેમથી બોલાવતો નથી ?  સાવ-માણસ-જેવો આ સંબંધ...

નિરંજન ભગત ~ વસંતરંગ લાગ્યો * Niranjan Bhagat

વસંતરંગ લાગ્યો ~ નિરંજન ભગત વસંતરંગ લાગ્યો !કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો ડાળે ડાળ કળીઓ શું જોબનમાં ઝૂલતીઆંબાની મ્હોરેલી મંજરીઓ ડોલતી,કોયલ શી અંતરની આરત ખોલતી!વાયરાની વેણુમાં મત્ત રાગ વાગ્યો! પગની પાનીએ રંગ મેંદીનો રેલતી,કાને કેસૂડાંનાં કુંડળ બે મેલતી,કુંજમાં અકેલ કોણ ફાગનૃત્ય...