કિશોર બારોટ ~ વરસાદ

ધોરીયા ધારે આભથી પડતું મુકતો રે વરસાદ.

તીરની પેઠે ભોંયમાં ‘ખચાક’ ખૂંપતો રે વરસાદ.

ડુંગરાઓ ઉથલાવશે જાણે, વાયરે એવો વેગ.

આભને ઊભું ચીરતી ‘સટાક’ વીજની તાતી તેગ.

હુમ..હુડૂડૂ  સિંહની પેઠે હૂંકતો રે વરસાદ.

તીરની પેઠે ભોંયમાં ‘ખચાક’ ખૂંપતો રે વરસાદ.

નાહી માથાબોળ વાળ ઝંઝેડે ડાળ બધી ઘેધૂર,

ઝાડને થતું એમ કે ઝૂલે પાંદડે ધોડાપુર.

મોરની ડોકે વનભરી ટેહૂકતો રે વરસાદ.

તીરની પેઠે ભોંયમાં ‘ખચાક’ ખૂંપતો રે વરસાદ.

ફળીએ શેરી પાદરે ઊભે વગડે જળની ધૂમ.

જળનો જાદુ એટલો છાયો, ધરતી આખી ગૂમ.

ધારથી સીધો ધોધ થઈ વછૂટતો રે વરસાદ.

તીરની પેઠે ભોંયમાં ‘ખચાક’ ખૂંપતો રે વરસાદ.

– કિશોર બારોટ

ધોધમાર વરસાદની મોસમમાં આ તાજું અને વરસાદ જેવું જ ધોધમાર ગીત.

29.7.21

***

હિતેશ બળવંતરાય પંડ્યા

30-07-2021

ઘણા લાંબા સમય પછી બરાબર વરસાદના સમયે જ આપની આ રચના વાંચીને મજા આવી ગઈ.

દિનેશ ડોંગરે નાદાન

29-07-2021

કિશોરભાઈ મારા ખૂબ ગમતાં ગીત કવિ. હાલમાં ગઝલના ઘોડાપૂર સામે ગીતના હલેસે ઓળખ પ્રસ્થાપિત કરનાર મારા વડોદરાના અંગત મિતનું આ મને ખૂબ.પ્રિય ગીત છે.

કિશોર બારોટ

29-07-2021

મારા વર્ષાગીતને કાવ્યવિશ્વમાં સ્થાન આપવા બદલ આપનો આભારી છું.
વંદન ?

સિકંદર મુલતાની

29-07-2021

વાહ..
વરસાદી માહોલમાં વરસાદી રચના…ઊર્મિઓમાં ભીન્જવી ગઈ..!!

Ratilal Makwana

29-07-2021

ધોધમાર અભિનંદન.હૃદયસ્પર્શી ગીત.

છબીલભાઈ ત્રિવેદી

29-07-2021

આજનુ કિશોર બારોટ સાહેબ નુ કાવ્ય વરસાદી માહોલ મા ભીજવી ગયુ વર્ષા ગીતો આદી કવિ તુલસી થી લઇને રમેશપારેખ બધા એ ખુબજ લખેલા છે કાગ બાપુ ના વર્ષા ગતો પણ માણવા લાયક હોય છે આભાર લતાબેન

નિર્ઝરી મહેતા

29-07-2021

આજની અંક સરસ…રોજ થતાં કાવ્ય રસપાન માનું છું
આજ શ્રી હસિત બુચના હસ્તાક્ષરમાં યાદગાર કાવ્ય
મિત્માં મને તેમના હસ્તાક્ષરમાં વાંચી તૃપ્તિ અનુભવી.
કવ્ય વિશ્વ કાવ્ય જગતના સરસ ચૂંટેલાં મોતી લઇ આવે છે! – નિર્ઝરી મહેતા

Varij Luhar

29-07-2021

વાહ.. કિશોરભાઈ.. સરસ ગીત

Sarla Sutaria

29-07-2021

વાહ વાહ… વરસાદના વિવિધ રૂપને પ્રત્યક્ષ કરી દીધા ભાઈ. મજાનું ગીત ????

શ્વેતા

29-07-2021

વાહહહહ…. સરસ વરસ દી ગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: