Tagged: કિશોર બારોટ

કિશોર બારોટ ~ આપણે તો

આપણે તો  માર્ગ ટૂંકા ને સરળ શોધ્યા કર્યાં. ના કશું નક્કર કર્યું, બસ લોટમાં લીટા કર્યાં. પેટ ભરવાના બહાને પોટલાં ભરવાં  હતાં, એ જ કારણ જિંદગીભર લોહીઉકાળા કર્યાં. આજ પણ તારા બની એ ઝળહળે છે આભમાં, કૈંક અંધારા ઘરોમાં જેમણે...

કિશોર બારોટ ~ વરસાદ

ધોરીયા ધારે આભથી પડતું મુકતો રે વરસાદ. તીરની પેઠે ભોંયમાં ‘ખચાક’ ખૂંપતો રે વરસાદ. ડુંગરાઓ ઉથલાવશે જાણે, વાયરે એવો વેગ. આભને ઊભું ચીરતી ‘સટાક’ વીજની તાતી તેગ. હુમ..હુડૂડૂ  સિંહની પેઠે હૂંકતો રે વરસાદ. તીરની પેઠે ભોંયમાં ‘ખચાક’ ખૂંપતો રે વરસાદ....

કિશોર બારોટ ~ આતંકી હાથ

આતંકી હાથ રોજ લંબાતા જાય, પુરી દુનિયાને લેવાને પાશમાં અલ્લાના બંદાનો પ્હેરીને વેશ, જુઓ નીકળ્યાં છે ટોળાં પિશાચના……..  બુરખો પ્હેરીને હવે તરવાનું માછલીએ, ફૂલોએ પઢવી નમાજ, કોયલને એ રીતે ગાવાનું, માળાની બા’રો ના આવે અવાજ, પંખીઓ, ‘પાંખોને સંકેલી દો, નથી...

કિશોર બારોટ ~ નિવૃત્ત થતા શિક્ષકનું ગીત 

નિવૃત્ત થતા શિક્ષકનું ગીત ~ કિશોર બારોટ હૈયાના દફ્તરમાં કાળજીથી સંઘરું હું કલરવનો કૂણો અજવાસ. શાળાનો છેલ્લો આ દિવસ છે, કાલથી તો વેઠવાની કાયમી અમાસ….  રમવું ને લડવું ને રડવું ને રીંસાવું, પળભરમાં સઘળું એ ભૂલવું. ભૂલીને સ્મિત તણી ફેલાવી પાંખડીઓ,...

કિશોર બારોટ ~ સંબંધ વિચ્છેદની ક્ષણે

સંબંધ વિચ્છેદની ક્ષણે ~ કિશોર બારોટ સથવારાની છેલ્લી પળને શીદ કલુષિત કરીએ, હશે ઋણાનુબંધનું બંધ આટલો, સહજ સ્વીકારી લઈએ. હૈયામાં સદ્દભાવ ધરીને, હસતાં છુટ્ટા પડીએ. હશે ઋણાનુબંધ આટલો, સહજ સ્વીકારી લઈએ. જીવનપથના એક મુકામે, હું ને તું બે મળ્યાં, દૂધમાં સાકર...

કિશોર બારોટ * અનુ. પરેશ પંડ્યા * Kishor Barot * Paresh Pandya

હું મને કાયમ મળું છું ~ કિશોર બારોટ હું મને કાયમ મળું છું, હું જ મારો દોસ્ત થઇ. ગોઠડી મીઠી કરું છું, હું જ મારો દોસ્ત થઇ. મન કદી લલચાઇને ચાલે લપસણા માર્ગ પર, હાથ હું આડો ધરું છું.  હું...