કિશોર બારોટ ~ સંબંધ વિચ્છેદની ક્ષણે

સંબંધ વિચ્છેદની ક્ષણે ~ કિશોર બારોટ

સથવારાની છેલ્લી પળને શીદ કલુષિત કરીએ,

હશે ઋણાનુબંધનું બંધ આટલો, સહજ સ્વીકારી લઈએ.

હૈયામાં સદ્દભાવ ધરીને, હસતાં છુટ્ટા પડીએ.

હશે ઋણાનુબંધ આટલો, સહજ સ્વીકારી લઈએ.

જીવનપથના એક મુકામે, હું ને તું બે મળ્યાં,

દૂધમાં સાકર માફક બંને એકબીજામાં ભળ્યાં,

એ મીઠપને થૂંકી, શાને કડવો ક્લેશ ચગળીએ?

હશે ઋણાનુબંધ આટલો, સહજ સ્વીકારી લઈએ.

ગંગા તીરે તરતાં દીવા પળ બે પળ જો મળે,

મળ્યાં એટલી મોજ ગણીને તરતજ છૂટ્ટાં પડે.

એમ જ બસ ઝળહળતાં રહીને કાળપ્રવાહે વહીએ.

હશે ઋણાનુબંધ આટલો સહજ સ્વીકારી લઈએ.

~ કિશોર બારોટ

જેમ પ્રેમથી મળ્યાં ‘તાં એમ જ છૂટા પડી શકાય ? વચ્ચે વહી ગયેલો કડવો કાળ ભૂલીને ? જરા અઘરું છે પણ બહુ સુંદર છે, બંને માટે. અને તો પછીની જિંદગી પણ કડવાશ વગરની શરૂ થાય. આ વિભાવનાનો વિસ્તાર થવો જોઈએ એમ લાગે છે.

OP 6.11.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: