કિશોર બારોટ ~ આતંકી હાથ

આતંકી હાથ રોજ લંબાતા જાય, પુરી દુનિયાને લેવાને પાશમાં

અલ્લાના બંદાનો પ્હેરીને વેશ, જુઓ નીકળ્યાં છે ટોળાં પિશાચના…….. 

બુરખો પ્હેરીને હવે તરવાનું માછલીએ, ફૂલોએ પઢવી નમાજ,

કોયલને એ રીતે ગાવાનું, માળાની બા’રો ના આવે અવાજ,

પંખીઓ, ‘પાંખોને સંકેલી દો, નથી ઊડવાનું કોઈએ આકાશમાં.’

અલ્લાના બંદાનો પ્હેરીને વેશ, જુઓ નીકળ્યાં છે ટોળાં પિચાશના……. 

તસ્બીને બદલે છે હાથે બંદૂક, એનાં તુક્કાઓ બનતાં ફરમાન,

માનવના લોહીથી ખરડાતું રોજ રોજ અલ્લાનું પાક-એ-કુરાન

અંધેરી નગરીમાં ચોખ્ખી મનાઈ, નહીં સપનાં પણ જોવાં ઉજાસના.

અલ્લાના બંદાનો પ્હેરીને વેશ, આજ નીકળ્યાં છે ટોળાં પિચાશના…… 

– કિશોર બારોટ

કવિતા માટે કશું જ કહેવાની જરૂર નથી. આજે ચારેબાજુ ઊભી થતી જતી પરિસ્થિતિથી જે સંવેદનશીલ જીવ અકળાયેલ છે એને આ શબ્દો હૃદયસોંસરવા ઉતરી જશે એ નક્કી. આજે આવા સાહિત્યની ખૂબ જરૂર છે.

હુમલો કરનાર લશ્કર આગળ વધી રહ્યું હતું અને લોકોની કત્લેઆમ કરી રહ્યું હતું. એમાં એક માણસને છોડી મૂકવા અપીલ કરવામાં આવી,

“એ તો બિચારો કવિ છે, એ તમને કોઈ જ નુકસાન નહીં પહોંચાડે.” અને તરત એના પર પહેલી તલવાર ચાલી. ગરદન વીંધાઇ ગઈ અને જવાબ આવ્યો,

“એક હથિયારવાળો માણસ કેટલાને મારી શકે ? પણ એક કવિ હજારોને ઉશ્કેરી બગાવત ફેલાવી શકે. માટે એને તો પહેલાં ખતમ કરવો પડે !”

ફેલાતા આતંકવાદ માટે આજે આવી કલમોની અને તમામ પ્રકારના વિરોધોની જરૂર છે, બાકી એ પૂરા વિશ્વની શાંતિને ખતમ કરી નાખશે. સર્વધર્મસમભાવ, બિનસાંપ્રદાયિકતા એ ખૂબ ઊંચી અને ઉમદા બાબત છે પણ જ્યાં વાસ્તવમાં ‘ધર્મ’ હોય ત્યાં એ લાગુ પડે, બાકી ‘એકટીવીસ્ટ’ના નામે કટ્ટરતાને પંપાળવાનું કામ થતું હોય તો ધિક્કાર છે એને !    

21.8.21

***

કિશોર બારોટ

23-08-2021

આજની આ પરિસ્થિતિમાં માનવતાના હૈયામાં ઉઠતાં આર્તનાદને વાચા આપતી મારી આ કવિતાને કાવ્યવિશ્વના મંચ પર સ્થાન આપી પુરા વિશ્વ સુધી પહોંચાડવા બદલ શ્રી લતા બહેનનો હું આભારી છું.

Sarla Sutaria

23-08-2021

સાંપ્રત બનાવોનો આક્રોશપૂર્ણ પડઘો પડે છે કાવ્યમાં. ખૂબ સુંદર રચના કિશોરભાઈની ????

આભાર આપનો

22-08-2021

આભાર લલિતભાઈ, દિનેશભાઇ, વિવેકભાઈ, બકુલેશભાઈ અને છબીલભાઈ.

વિવેકભાઈ, એ વર્ષો પહેલાં ક્યાંક વાંચ્યું હતું. કોઈ જ રેફરન્સ યાદ નથી. એ બીજા કોઈ દેશની વાત હતી. લખી લેવાની જરૂર હતી !

કાવ્યવિશ્વની મુલાકાત લેનાર સૌનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

22-08-2021

આજનુ કિશોર બારોટ સાહેબ નુ કાવ્ય ખુબજ સમયોચિત આજે વિશ્ર્વ આખુઆંતક વાદ ના વિષ ચક્ર મા ફસાયુ છે કવિ ની વેદના વ્યાજબી છે આભાર લતાબેન

લલિત ત્રિવેદી

22-08-2021

સામાજિક નિસ્બત માંથી નિપજતાં કાવ્યોનાં કવિ શ્રી કિશોર બારોટનું આ એક વિશેષ કાવ્ય . સચોટ.. સરળ ભાષા અને વૈશ્વિક સચ્ચાઈ ….

દિનેશ ડોંગરે નાદાન

21-08-2021

કિશોરભાઈને અમે વડોદરાના મિત્રો ગીત દાદા કહીને સંબોધીએ છીએ. એમનાં એક થી ચઢિયાતા ગીતો એમાનું જ આ એક છોગું. લતાબેન ખૂબ મહેનત કરી રહ્યા છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
અભિનંદન.

Vivek Tailor

21-08-2021

સરસ રચના. કવિની ગરદન કાપી લીધી એ પ્રસંગ ક્યાંનો અને ક્યારનો એ વિશે કઈ પ્રકાશ પાડી શકશો ?

આભાર

બકુલેશ દેઆઈ

21-08-2021

wah. saras પ્રસંગોચિત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: