લોકગીત : અમર રાખડી   

કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે
મારા બાલુડાં ઓ બાળ તારા પિતા ગયા પાતાળ
હાંરે મામો શ્રીગોપાળ કરવા કૌરવકુળ સંહાર
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે

હે… માતા પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે?
પહેલે કોઠે ગુરુ દ્રોણ એને જગમાં જીતે કોણ
કાઢી કાળવજ્રનુ બાણ લેજો પલમાં એના પ્રાણ
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે….

હે… માતા બીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે?
બીજે કોઠે કૃપાચાર્ય સામા સત્યતણે હથિયાર
મારા કોમળઅંગ કુમાર એને ત્યાં જઈ દેજો માર
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે….

હે… માતા ત્રીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે?
ત્રીજે કોઠે અશ્વસ્થામા એને મોત ભમે છે સામા
એથી થાજો કુંવર સામા એના ત્યાં ઉતરવજો જામા
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે…..

હે… માતા ચોથે કોઠે કોણ આવીને ઊભા હશે રે?
ચોથે કોઠે કાકો કરણ એને દેખી ધ્રુજે ધરણ
એને સાચે આવ્યાં મરણ એનાં ભાંગજે તું તો ચરણ
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે…..

હે… માતા પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે?
પાંચમે કોઠે દૂર્યોધન પાપી એને રીસ ઘણેરી વ્યાપી
એને શિક્ષા સારી આપી એના મસ્તક લેજો કાપી
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે…..

હે… માતા છઠ્ઠે કોઠે કોણ આવીને ઊભા હશે રે?
છઠ્ઠે કોઠે મામો શલ એ તો જન્મોજનમનો ખલ
એને ટકવા નો દઈશ પલ એનું અતિ ઘણું છે બલ
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે…..

હે… માતા સાતમે કોઠે કોણ આવીને ઊભા હશે રે?
સાતમે કોઠે એ જયદ્રથ ઈ તો લડવૈયો સમરથ
એનો ભાંગી નાંખજે દત એને આવજે બથ્થમબથ
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે…..

લોકગીત : કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે   

22.8.21

આભાર આપનો

23-08-2021

આભાર સરલાબેન, છબીલભાઈ અને મેવાડાજી..

હું માનું છું લોકગીતો મોટાભાગે સ્ત્રીઓએ રચ્યાં છે, મેવાડાજી.

કાવ્યવિશ્વની મુલાકાત લેનાર સૌનો આભાર.

Sarla Sutaria

23-08-2021

કેટલું સુંદર કાવ્ય! યુદ્ધમાં જતાં નાનકડા પૌત્રની રક્ષા કાજે એને કાંડે રાખડી બાંધતા દાદીમાના હૃદય સ્પર્શી ભાવો અનુભવી ગદગદ થઈ જવાય છે.

છબીલભાઈ ત્રિવેદી

22-08-2021

આજના રક્ષાબંધન ના પાવન અવસરે કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી કેવુ સરસ લોકગીત આ આમતો કથાગીત છે આવી ઘણી રચના ઓથી આપણી ગુજરાતી ભાષા ખુબજ સમ્રુધ્ધ છે ખુબજ આભાર લતાબેન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

22-08-2021

આખું ગીત પહેલીવાર માણવા મળ્યું. આટલી સુંદર રચનાનો કવિ કોઈ હશેજ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: