મયૂર કોલડિયા ~ ચોમાસું બેઠું

ચોમાસું બેઠું,

ને ઉપરથી સળવળતું સત્તરમું બેઠું છે કાંખમાં,
હવે સપનાનો ઉત્સવ છે આંખમાં.

ઊભા ઊભા રે હવે વાગે છે ઠેસ, હું તો ગબડું હયાતીના તળિયે,
ઓસરીથી ઓગળીને રેલાતી જાઉં છું, આ કોના વિચારોના ફળિયે?
ભીતર લે હિલ્લોળા સપનાનું જોર, મને, સમજણ! તું બાંધીને રાખ મા…

વરસાદી છાંટાના પગરવ પર લાગ્યું કે વ્હાલમ ખખડાવે છે બારણાં
ભર મેઘાડંબર ને આવો ઉઘાડ? સાવ ઉંબરમાં તૂટે મારી ધારણા.
દરવાજે ધૂણે પ્રતીક્ષાનું ભૂત, કહે, આશાના આગળિયા વાખ મા…
હવે સપનાનો ઉત્સવ છે આંખમાં.

– મયૂર કોલડિયા 

વરસાદની મોસમ બારણાં ખખડાવે અને યુવા, મુગ્ધ હૈયાના કમાડો ઉઘડી જ જાય ! જીવનમાં એક જ વાર આવતું આ સત્તરમું હૈયાને લાગે અત્તરનું!

વરસાદનું ગીત, એટલે ખૂબ લખાયેલો, ગવાયેલો વિષય. અને જુઓ, કવિએ સ્પર્શી જાય એવી સરસ રીતે રજૂ કર્યો છે…

તો આ ગીત માણીએ આ વરસાદી ભીની ભીની મોસમમાં…  

23.8.21

***

આરતી રાજપોપટ

27-08-2021

વાહ.. સરસ ગીત

Hitesh devganiya

26-08-2021

વાહ, ખૂબજ સરસ

Hiren Dobariya

23-08-2021

વાહ…યૌવન છલકાવતું વરસાદી ગીત ?

મયૂર કોલડિયા

23-08-2021

આ ગીતને અહી સ્થાન આપવા બદલ ‘કાવ્ય-વિશ્વ’ ટીમનો આભાર…
સુંદર કોમેન્ટ્સ કરનાર ગુણીજનોનો આભાર….

પ્રફુલ્લ પંડ્યા

23-08-2021

મયૂર કોલડિયા વરસાદનું સુંદર ગીત લ ઈને આવ્યાં છે.રાબેતા મુજબનાં વરસાદી ગીતો કરતાં તેમની ટ્રીટમેન્ટ જુદી છે જે આ ગીતને વિશિષ્ટ બનાવે છે. સુંદર ભાવગૂંથણી અને વિષયને અનુરૂપ કલ્પન- પ્રતિકોથી સમગ્ર ગીત ધ્યાનાકર્ષક બની રહે છે.મયૂરભાઈનું સ્વાગત અને હાર્દિક અભિનંદન ! ” કાવ્ય વિશ્વ” વળી એક નવા કવિને રજૂ કરે છે તે ઘટના પણ આનંદની !
પ્રફુલ્લ પંડ્યા

Aasifkha

23-08-2021

Vaah kavi vaah

Renuka Dave

23-08-2021

વાહ ભાઈ વાહ…!
સરસ મજાનું ગીત..
લયનું… ભાવનું…અને છલકાતાં ઉન્માદનુ અર્થસભર સામંજસ્ય..
યુવા કવિનું સ્વાગત…
લખતા રહેજો.

Sarla Sutaria

23-08-2021

ઉઘડતાં યૌવનને લાડ લડાવતું મજાનું ગીત!

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

23-08-2021

હજારો વરસાદી ગીતો છે, આ પણ ગમ્યું.

Vivek Tailor

23-08-2021

મસ્ત મજાનું ગીત… સંતર્પક કવિતા…

દીપક વાલેરા

10-07-2022

સુંદર ગીત

સાજ મેવાડા

09-07-2022

ખૂબ સરસ ગીત

Parbatkumar nayi

09-07-2022

વાહ
કવિ આશાના આગળિયા વાખમા
આહા

આભાર લતાબેન આવા ગીત બદલ

રેખાબેન ભટ્ટ

09-07-2022

વાહ, કલ્પન નવું જ. વરસાદનાં ઘણાં ગીત ગઝલ છે.તેમાં અનોખું 

છબીલભાઈ ત્રિવેદી

09-07-2022

યુવા કવિ ઓ નુ કલ્પન તાજગી સભર હોય છે તેનુ સરસ ઉદાહરણ ખુબ સરસ કાવ્ય આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: