તસલીમા નસરીન ~ મેં જોયો

મેં જોયો
બજારમાં એક પુરુષને, એક સ્ત્રી ખરીદતાં

મારે પણ ખરીદવો છે, એક પુરુષ
સાફ દાઢીમૂછ, ચોખ્ખા કપડાં, ઓળેલા વાળ
શરીર અને સ્નાયુઓ દેખાય એમ મુકાયો હોય જે
મુખ્ય માર્ગ પર, વેચાવા
તેને કોલરથી ખેંચી
રિક્ષામાં ફેંકવો છે
તેની ગરદન, પેટ અને છાતીમાં આંગળીઓ નાખી
ઘેર લાવી પટકવો છે પથારીમાં
ને પેટ ભરાય એટલે
એડીવાળાં સેન્ડલથી ફટકારી, ગંદી ગાળો દઈ
હડસેલી મૂકવો છે: ‘ચાલ ફૂટ… તારી જાતના…’
માથા પર મેલો પાટો બાંધી
ચામડી ખણતો
સવારે તે ઝોકાં ખાતો હશે શેરીમાં
કૂતરાં તેના જખમ પરથી ફૂટતાં લોહીપરુ ચાટતા હશે
ને જતી આવતી સ્ત્રીઓ, બંગડીઓ રણકાવતી
અટ્ટહાસ્યથી ગલી ગજવતી જશે
સાચે જ
એક પુરુષ ખરીદવો છે મારે
તાજો, તંદુરસ્ત, છાતી પર વાળવાળો
તેને મસળી કચડી છૂંદી લાત મારી નાખી દેવો છે બહાર
ને બરાડવું છું: ‘મોં કાળું કર, ચાલ્યો જા, હરામી!’

– તસલીમા નસરીન (અનુવાદ  સોનલ પરીખ) 

સમસ્યા કંઇ નવી નથી, સદીઓથી ચાલી આવતી વાત કે પુરુષો સ્ત્રીઓને ખરીદે, ગુલામ રાખે અને મનફાવે તેમ એનો ઉપભોગ કરે !  એનાથી પુરુષો જ નહીં, સ્ત્રીઓ પણ ટેવાઇ ગઈ છે. ત્યારે આ એક સ્ત્રી આટલો બળવો પોકારે, ચાબખાના સોળ ઊઠે એવી ભાષા વાપરે ત્યારે એમ થાય કે આપણે શું કરીએ છીએ ? પુરુષોના દમન વિરુદ્ધ આટલો આકરો પ્રતિભાવ કદાચ આ પહેલાં નહીં ઉઠ્યો હોય ! હદ બહારનો આક્રોશ ઠાલવનાર આ સ્ત્રીને, આ કવિને એના માટે પોતાનો દેશ બાંગ્લાદેશ છોડવો પડ્યો. ભારતમાં આશરો લીધો અને ભારત પણ છોડવું પડ્યું ! 

આ વિદ્રોહ કરનાર નારી માટે હૈયું કકળી ઊઠે છે….

25.8.21

આભાર આપનો

27-08-2021

આભાર વિવેકભાઈ, છબીલભાઈ, વારિજભાઈ, સુરેશચંદ્ર અને મેવાડાજી..

કાવ્યવિશ્વની મુલાકાત લેનાર સૌનો આભાર.

સુરેશ’ચંદ્ર’રાવલ

26-08-2021

તસલીમા નસરીન એક એવું નામ જેણે ખુદ પોતાનાં દેશમાંથી પલાયન થવું પડ્યું પોતાની નિર્ભીક કલમને લીધે..!
કટ્ટરતા કોઈ પણ સમાજના પતન માટે જવાબદાર છે…જે આજે અફઘાનીસ્તાનમાં થઈ રહ્યું છે..! ત્યાંથી કૂમળી વયની દીકરીઓ, સ્ત્રીઓ પલાયન થઈ રહી છે .જે મનોદશા આ લેખિકાની છે તે જ તો અફઘાન દેશની સ્ત્રીઓની મનોદશા આજે પુરુષ સામેની છે…
વરસોથી પુરુષોથી પ્રતાડિત સ્ત્રીની વ્યથા કવિતામાં જન્મતી રહે છે…!
સરસ કવિતા છે એમ નહીં કહું પણ આ કવિતા એક વ્યથા છે…!

છબીલભાઈ ત્રિવેદી

26-08-2021

આજનુ તસલીમા નસરીન નુ કાવ્ય અેક નારી નો આક્રોશ વ્યક્ત થતો જોવા મળે છે પુરૂષ પ્રધાન સમાજ રચના જ અેવી છે કે આપણે ગમે તેટલુ કરીઅે પણ કયાક નેકયાક નારી સાથે દુર્વ્યવહાર થાય છે જે આપણા માટે શરમજનક ઘટના છેઆખી માનવ જાત માટે શરમજનક ઘટના છે કાવ્ય ના અનુવાદક ને અભિનંદન આભાર લતાબેન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

25-08-2021

એકલ દોકલ વિદ્રોહનો આવો સૂર સંભળાય છે. પણ મારુ માનવું છે કે પુરુષોને પણ હાલના સમયમાં વેચી ખાય એવી સ્ત્રીઓ છે, મોટે ભાગે પુરુષો એના સામાજીક/કાયદાકીય બંધનને લીધે બોલતા નથી.
બાકી, તાલીબાની ત્રાસવાદમાં જે થાય છે એ કોઈ પણ સ્વિકારી ના શકે. ભાષાંતર સરસ થયું છે.

Varij Luhar

25-08-2021

તસલીમા નસરીન વિદ્રોહી કવયિત્રી તરીકે નામના મેળવી શક્યા છે એટલે એમની ગમે તેવી રચનાઓના અનુવાદ
કરવા કે વખાણવા જરૂરી નથી..આ કાવ્ય સમગ્ર પુરુષ જાતિ પ્રત્યે નફરતની ચરમસીમા દર્શાવે છે .જે તે
દેશકાળ પ્રમાણે કશું અમાનવીય બનતું હોય તો તેને અલગ રીતે પડકારી શકાય.. ભારતમાં ફૂલનદેવીએ એ કર્યું જ છે..

Vivek Tailor

25-08-2021

સરસ રચના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: