મોના નાયક ‘ઊર્મિ’ ~ પ્રથમ ખુલ્લી આંખે * Mona Nayak

પ્રથમ ખૂલ્લી આંખે એ સપના ગણે છે,
પછી સ્વપ્નમાં આવી ચૂંટી ખણે છે.

આ માણસ અજાયબ ને અવળુ ભણે છે,
ફસલને નહીં, વાવણીને લણે છે.

નથી હોશ એને કે ગૂંગળાઈ જાશે…
એ બારી વિનાની ઈમારત ચણે છે.

વચન આપીને પણ ક્યાં આવે છે એ, સૈં !
છતાંયે સતત પગરવો રણઝણે છે.

વિના કારણે પહેલા વિખરાઈ જાશે,
પછી એ સમેટીને ખુદને વણે છે.

ગજબનું નગર છે, ગજબના છે માણસ,
જે અંતરનાં સગપણને વળગણ ગણે છે!

લખે છે, ભૂંસે છે, ફરીથી લખે છે…
આ રીતે એ મનનાં તમસને હણે છે.

ઘડીભરમાં સ્થાપે, ઘડીમાં ઊથાપે,
સતત મારી ઊર્મિઓ સમરાંગણે છે.

~ મોના નાયક ‘ઊર્મિ’

આ કવિ છે, એ વાવણીની પણ લણણી કરાવી શકે ! ઊર્મિઓના સમરાંગણે ચડવાની વાત સ્પર્શી ગઈ. મનના તમસને લખ-ભૂંસ એટલે કે શબ્દો વિદારી શકે, શબ્દો દૂર કરી શકે એ વાત ખૂબ ગમી.

26.8.21

આભાર આપનો

27-08-2021

આભાર વિવેકભાઈ, છબીલભાઈ, સુરેશભાઈ….

ઊર્મિબહેન આનંદ આનંદ

કાવ્યવિશ્વની મુલાકાત લેનાર સૌનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

27-08-2021

આજનુ મોના નાયક નુ કાવ્ય ખુબજ સરસ કવિ તો ધારે તે કરી શકે કવિ કર્મ તો ગમે તેવા તમસ ને પ્રકાશ મા ફેરવી શકે ખુબ સુંદર રચના આભાર લતાબેન

સુરેશ’ચંદ્ર’રાવલ

26-08-2021

આજકાલ ગઝલ ક્ષેત્રે સ્ત્રી પણ ઝળહળી રહી છે તે વાતનો આનંદ છે…પોતાની આંતર વેદનાઓ ઠાલવીને ભાવકને અભિભૂત કરી દે છે…ખૂબ ગમી રચના… અભિનંદન કવિયત્રી ને ને લતાબેન આપનૈ

ઊર્મિ

26-08-2021

સરસ ગઝલ..

Vivek Tailor

26-08-2021

વાહ… મારી ગમતી ગઝલ… બધા જ શેર સરસ થયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: