રિયાઝ દામાણી ~ પાણી આપી

પાણી આપી જાતિ પૂછી.

વાત મને આ કાયમ ખૂંચી.

દસે દિશાએ દરવાજા છે,

ખોલો તાળું લ્યો દઉં કૂંચી.

અંદર જગ્યા આપે સૌને,

એ મેડી છે સૌથી ઊંચી.

કામ કર્યું સહુએ જોવાનું,

કોણે, કોની આંખો લૂંછી !

કણકણમાં વસવાટ કરે છે,

એની કરવી શી જાસૂસી !

ટોળામાં જીવે છે લોકો,

અમને એમાં ક્યાં છે રૂચી ?  – રિયાઝ દામાણી

એક સનાતન પ્રશ્ન, માણસને જાતિથી જ માપવાનો ? ઊંચ-નીચ વર્ણ જ નહીં, કાળા-ગોરાના ભેદ ખેલાડીઓને પણ નડે છે ! આપણી ટીમોએ આ અનુભવ કરેલો છે ! ના જાણે કેટલાય જ્યોર્જ ફ્લોઈડ ને કેટલાય દલિતોના આમાં જીવ ગયા હશે ? બારીઓ આપણે જ બંધ કરી છે, બાકી તમામ દિશાઓ કુદરતે ખુલ્લી જ રાખી છે.

‘અંદર જગ્યા આપે સૌને, એ મેડી છે સૌથી ઊંચી’ આ ભાવનો વિસ્તાર થજો….  

27.8.21

***

છબીલભાઈ ત્રિવેદી

28-08-2021

ભાઈ શ્રી રિયાઝ દામાણી નુ કાવ્ય ખુબજ ગમ્યું સદી ઓથી ચાલી આવતી આ જાતી, જ્ઞાતી ની દિવાર અેટલી તો મજબુત થઈ ગઈ છે કે તેને આપણા સંત પુરુષો ની અથાક મહેનત પણ તોડી શકી નથી, ગાંધીજી અને નરસિંહ મહેતા આખી જિંદગી આ માટે લડયા છે સ્વામી સચીદાનંદજી દંતાલી વાળા નુ પુસ્તક વર્ણ વ્યવસ્થા અધોગતિ નુ મુળ પણ ખુબજ અદભુત છે આભાર લતાબેન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

27-08-2021

ટૂંકી બહેરમાં ખૂબજ સરસ ગઝલ, અને લતાબેનની સત્ય દર્શાવતી નોંધ પણ.

સુરેશ ‘ચંદ્ર’રાવલ

26-08-2021

લતાબેન….આપ સુંદર કવિતાઓનું ચયન કરી ‘કાવ્ય વિશ્વ’ના પટેલ પર મૂકો છો …એટલે તમારો આભાર હદયથી માનું છું…!
સાવ સરળ ગઝલ પણ ચોટદાર. હોય શકે.!
સાંપ્રત સમયમાં માણસ જાત એક સંકુચિત વાડામાં જીવી રહી છે…પ્રત્યક્ષ દાખલો અફઘાનીસ્તાન છે…! ખૂબ સરસ કાફિયા રદીફ વાળી રચના ગમી .. અભિનંદન..

રિયાઝ લાંગડા (મહુવા).

27-08-2022

પાણી આપી જાતિ પૂછી….ખૂબ સરસ…ગઝલKirtichandra Shah

27-08-2022

કણ કણમાં વસે છે એની ક્યા ક્યાં કરવી છે જાસૂસી વાહ સુંદર

ઉમેશ જોષી

27-08-2022

કવિ રિયાઝ દામાણીની ખરેખર ખૂબજ સરસ ગઝલ છે, માનવ સ્વભાવને ઉજાગર કરે છે..
અભિનંદન..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: