Tagged: girl

રેખા ભટ્ટ ~ ચંચળ છોકરી * Rekha Bhatt

એક પતંગિયા શી ચંચળ છોકરી ~ રેખા ભટ્ટ એક પતંગિયા શી ચંચળ છોકરી, જાણે ખળખળ  વહેતું ઝરણું, જાણે મઘમઘતી જૂઈ જાણે છૂઇમૂઈ સપનાં પરોવતી  જાગતી આંખે હિંડોળે ઝૂલતી એક દિવસ રાજકુમારની સાથે ઊડે પાંખાળા  ઘોડા  પર બેસીને…… ધીમે  ધીમે હિંચકાનો  લય  ધીમો ...

મયૂર કોલડિયા ~ ચોમાસું બેઠું

ચોમાસું બેઠું, ને ઉપરથી સળવળતું સત્તરમું બેઠું છે કાંખમાં,હવે સપનાનો ઉત્સવ છે આંખમાં. ઊભા ઊભા રે હવે વાગે છે ઠેસ, હું તો ગબડું હયાતીના તળિયે,ઓસરીથી ઓગળીને રેલાતી જાઉં છું, આ કોના વિચારોના ફળિયે?ભીતર લે હિલ્લોળા સપનાનું જોર, મને, સમજણ! તું...

પ્રિયકાંત મણિયાર ~ એ સોળ વરસની Priyakant Maniyar

એ સોળ વરસની છોરી ~ પ્રિયકાંત મણિયાર એ સોળ વરસની છોરીસરવરિયેથી જલને ભરતી તો યે એની મટકી રહેતી કોરી.એ સોળ વરસની છોરી  ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,મઘમઘ મ્હેંક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે;જેની હલકે...

દાન વાઘેલા ~ મને ચડી ગઈ* Dan Vaghela

મને ચડી ગઇ રોમ-રોમ ટાઢ !ગાજ નહીં વીજ નહીં, પૂનમ કે બીજ નહીં –ઓચિંતો ત્રાટકયો આષાઢ ! …… મને ચડી ગઇ… ઘરમાંથી ઊંબરાની મર્માળી ઠેસ છતાં ચાલી હું મીણ જેમ પીગળી !માઝમતી રાતે આ મન એવું મૂંઝાણું : જાણે કે...

પરબતકુમાર નાયી ~ અડધો ફાગણ * Parbatkumar Nayi

છોકરીનું ફાગણ ગીત – પરબતકુમાર નાયી અડધો ફાગણ અમે આંખોમાં આંજ્યો ને અડધાને પાનીમાં પેર્યો.વરણાગી વાયરાએ આપ્યો જે કોલ, એને કમખાની કોરમાં ઊછેર્યો. મોરપીંછ સુંઘીએ તો ફૂલ બની જાતું ને પાણીને અડીએ તો અત્તર.આભલાંની સામે પણ બેસવુંય કેમ કરી ?...

ઉજમશી પરમાર ~ કોડિયા નહીં * Ujamshi Parmar

કોડિયાં એલી નહીં ~ ઉજમશી પરમાર  કોડિયાં એલી નહીં રે મીં તો જેગવી દીધાં તનજંપવા દેતું હોય લગીરે, તોય આ મારું મન. સાંજ પડે ને વાયરે કોનાં પગલાં ભીનાં વાયદોડવું મારે નહીં ને અલી દોડું દોડું થાયહીંચવા માંડે ઘર ભરીને...

તુષાર શુક્લ ~ વ્હાલમને મારા * Tushar Shukla

વ્હાલમને મારા વરસાદ નથી ગમતોએનું કારણ પૂછું તો કહે તું,વરસે વરસાદને મળવા ન જાઉં તોયેએકાંતે તરસું છું હું. ઉંબર ઉંચેરા લાગે છોકરીની જાતનેસમજે નહીં વ્હાલમજી વહેવારૂ વાતને,મારે વ્હાલમને કહેવું રે શું?એકાંતે તરસું છું હું. વાદળ ના હોય તોય કોરી ક્યાં...

તુષાર શુક્લ ~ આંખોમાં બેઠેલા * Tushar Shukla

આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,          ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે ! કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગીતરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગીવરસાદી...

જગદીપ ઉપાધ્યાય ~ ઢાંક જરી * Jagdeep Upadhyay

ઢાંક, જરી ~ જગદીપ ઉપાધ્યાય ઢાંક, જરી માથાને ઢાંકજોબનને છૂટું ના મેલ, મૂઇ ! ધડો લેતી જા કાંક… મેળામાં છેડીએ ગીત,પણ દઇએ કોઇને ન ચિત્તઠોઠ! જરી શીખ તું ગણિત.કે’દી તને આવડશે આંક ? મૂઇ ! ધડો લેતી જા કાંક… રાખ ના ભરોસો...

અનિલ જોશી ~ પેલ્લા વરસાદનો છાંટો

પેલ્લા વરસાદનો છાંટો ~ અનિલ જોશી પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયોહું પાટો બંધાવાને હાલી રે…વ્હેંત વ્હેંત લોહી મારું ઊંચું થિયું નેજીવને તો ચડી ગઈ ખાલી રે… સાસુ ને સસરાજી અબઘડીયે આવશેકાશીની પૂરી કરી જાતરા રે…રોજિંદા ઘરકામે ખલ્લેલ પોંચાડે મુનેઆંબલીની હેઠે પડ્યા કાતરા રે… પિયુજી છાપરાને...