તુષાર શુક્લ ~ વ્હાલમને મારા * Tushar Shukla

વ્હાલમને મારા વરસાદ નથી ગમતો
એનું કારણ પૂછું તો કહે તું,
વરસે વરસાદને મળવા ન જાઉં તોયે
એકાંતે તરસું છું હું.

ઉંબર ઉંચેરા લાગે છોકરીની જાતને
સમજે નહીં વ્હાલમજી વહેવારૂ વાતને,
મારે વ્હાલમને કહેવું રે શું?
એકાંતે તરસું છું હું.

વાદળ ના હોય તોય કોરી ક્યાં જાઉં છું
મળવા આવું છું ત્યારે હું યે ભીંજાઉ છું,
મારે કરવું તો કરવું યે શું?
એકાંતે તરસું છું હું.

મળવા આવું ને પછી વરસે વરસાદ જો
પાછા જવાનું મને આવે ના યાદ તો,
કોઈ ગમતું મળે તો કરું શું?
એકાંતે તરસું છું હું.

~ તુષાર શુક્લ

વરસાદની મોસમ બેસી ગઈ છે ત્યારે આ ગીત વધારે ગમે…

કવિના જન્મદિવસે વંદન સહ

OP 29.6.22

*****

છબીલભાઈ ત્રિવેદી

29-06-2022

વરસાદ ને લઈ ને ઘણા કાવ્યો રચાયા છે કાગ બાપુ થી લઇ અાધુનિક વરસાદી કાવ્યો ખુબજ કર્ણપ્રિય હોય છે આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: