પ્રફુલ્લ પંડ્યા ~ ડુંગરેથી દદડી છે * Prafull Pandya

ઈચ્છાઓ

ડુંગરેથી દદડી છે મારી પાંચ – સાત ઈચ્છાઓ, હવે જોઈએ કે ક્યાં ક્યાં ઊભીને પો’રો ખાય છે
કારણ વિનાની એ ડુંગરે ચડી’તી, હવે જોઈએ કે ક્યાં ક્યાં થઈને એ ક્યાં જાય છે  !

ઈચ્છાને મૂળ તો દરિયો ખૂંદવો’તો પણ એને નદીઓએ ડુંગરે ચડાવી,
નદીઓ કહે કે હવે વહેતી થઈ જા અને ધક્કો મારીને દદડાવી !
ઈચ્છાઓ અલગારી બે કાંઠાની વચ્ચેથી ખળખળતી ઝળહળતી દરિયો શોધવાને વહેતી જાય છે .

પછી દૂર દૂર દેખાતી જળની રેખાને કેવાં ઉછળતાં મોજાં દેખાય છે!
ઈચ્છાઓ રાજીની રેડ થઈ છેવટે દરિયામાં દરિયો થઈ જાય છે !
હવે થાકેલી ઈચ્છાઓ દરિયો ખૂંદવાને બદલે દરિયાનાં ખોળામાં માથું લંબાવી પો’રો ખાય છે !

~ પ્રફુલ્લ પંડ્યા

5 Responses

  1. ખુબ સરસ રચના ખુબ ગમી

  2. Minal Oza says:

    ઈચ્છાઓને વિવિધ રીતે દદડાવીને છેલ્લે દરિયામાં પોરો ખવડાવ્યો એ કેટલું સૂચક છે!! અભિનંદન.

  3. Kirtichandra Shah says:

    સુંદર રચનાઓ

  4. ગીત કવિ પ્રફુલ્લ પંડ્યા નું સુંદર ગીત.

  5. હરીશ દાસાણી.મુંબઈ says:

    સુંદર કવિતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: