અનિલ જોશી ~ પેલ્લા વરસાદનો છાંટો

પેલ્લા વરસાદનો છાંટો ~ અનિલ જોશી

પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયો
હું પાટો બંધાવાને હાલી રે…
વ્હેંત વ્હેંત લોહી મારું ઊંચું થિયું ને
જીવને તો ચડી ગઈ ખાલી રે…

સાસુ ને સસરાજી અબઘડીયે આવશે
કાશીની પૂરી કરી જાતરા રે…
રોજિંદા ઘરકામે ખલ્લેલ પોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યા કાતરા રે…

પિયુજી છાપરાને બદલે જો આભ હોત
તો બંધાતી હોત હુંય વાદળી રે…
માણસ કરતાં હું હોત મીઠાની ગાંગડી
તો છાંટો વાગ્યો કે જાત ઓગળી રે…

પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયો
હું પાટો બંધાવાને હાલી રે…
વ્હેત વ્હેંત લોહી મારું ઊંચું થિયું ને
જીવને તો ચડી ગઈ ખાલી રે…

~ અનિલ જોશી

વરસાદ વિષે સરસ મજાની અઢળક કવિતાઓ મળે પણ વરસાદના છાંટાથી ઘાયલ થયેલી સ્ત્રી પાટો બંધાવવા નીકળે એ કલ્પન જબરું નવીન અને જકડી લે એવું છે. એવી જ વાત જીવને ખાલી ચડી જવી !

વરસાદમાં વરસી પડવાનું મન થાય એવું ગીત….

આજે કવિના જન્મદિને મૂશળધાર શુભેચ્છાઓ…

OP 28.7.22

***

Meena Jagdish

31-08-2022

🙂👏👏👏👏👌🙏🏻

દીપક વાઢેરા

09-08-2022

Great

આભાર

01-08-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી, વારિજભાઈ, સુરેન્દ્રભાઈ, શૈલેશભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર

Shailesh Pandya ભીનાશ

31-07-2022

Wahhh
Lataben
Sunder kam

Surendra kadiya

31-07-2022

Excellent

Varij Luhar

28-07-2022

ખૂબ સરસ ગીત..
કવિશ્રી અનિલ જોશીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 🎂

સાજ મેવાડા

28-07-2022

મજાનું ગીત માણવા મળ્યું, આદરણીય અનિલ જોશી સાહબને જન્મ દિવસની શુભેચ્છાઓ.

છબીલભાઈ ત્રિવેદી

28-07-2022

કવિ શ્રી ના જન્મદિને સરસ મજાની વરસાદી રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: