પારૂલ ખખ્ખર ~ તું છે મારો વ્હાલખજાનો * Parul Khakhkhar

નોકરી કરતી સ્ત્રીનું હાલરડું ~ પારુલ ખખ્ખર

તું છે મારો વ્હાલખજાનો તું છે મારો શ્વાસ,
સૂઇ જા રે મારી લાડકડી, આજ માંડ મળી છે હાશ!

દોરડા ઉપર વાંસડો ઝાલી ચાલવું મારે રોજ,
પળ બે પળને સાચવી રાખું, આપવા તને મોજ!
બાંધતી રહું ઝીણકો માળો, વીણતી રહું ઘાસ,
સૂઈ જા રે મારી લાડકડી, આજ માંડ મળી છે હાશ!

તું જાણે ના માવડી તારી લઈને હજા૨ હાથ,
રોજ સવારે નીકળી પડતી સુખને ભરવા બાથ!
ઘૂમતી ચારેકોર એવી કે જાણે રમતી રાસ,
સૂઈ જા રે મારી લાડકડી, આજ માંડ મળી છે હાશ!

ચાલ ને વ્હાલી, સપનામાં છે સુખની રેલમછેલ,
પાંખો ખોલી ઊડશું બેઉ તોડી દેશું જેલ!
એવે મલક જાશું જ્યાં હો ખીલવું બારેમાસ,
સૂઇ જા રે મારી લાડકડી, આજ માંડ મળી છે હાશ!

પારુલ ખખ્ખર

વાત્સલ્ય અને વાસ્તવનું વહાલભર્યું વિશ્વ… વાહ પારૂલ !

OP 29.7.22

***

Meena Jagdish

31-08-2022

એકદમ સાચું….👍
Working women ના વાસ્તવિક જીવનનું ચિત્રણ…😌
સમયની મારામારીમાં પણ સપનાની પાંખે ઉડવાની વાત…👏👏👏👌🙏🏻

આભાર

01-08-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી, ઉમેશભાઈ.

સાજ મેવાડા

29-07-2022

ખૂબ સુંદર ગીતનો લય અને ભાવાભિવ્યક્તિ.

છબીલભાઈ ત્રિવેદી

29-07-2022

પારુલબેન ની રચના ખરેખર હ્રદયસ્પર્શી હોય છે અેમાય સર્વિસ કરતી મહિલા ને બેલેન્સ જાળવવુ ખુબજ કઠીન હોય છે આવી સ્ત્રીઓ વંદન કરવા યોગ્ય છે આભાર લતાબેન

ઉમેશ જોષી

29-07-2022

આજ માંડ મળી છે હાશ…
તળપદી શબ્દ “માંડ “નો ઉપયોગ કરી આ પંક્તિને રળિયાત કરી છે.
પારૂલબેન ખખ્ખરને અભિનંદન..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: