સુરેન ઠાકર ‘મેહુલ’ ~ પિંડને પરમ પદારથ * Suren Thakar

પિંડને પરમ પદારથ ~ સુરેન ઠાકર મેહુલ  

પિંડને પરમ પદારથ જડ્યો
સુરતાના સોગઠડે રમતાં અનહદમાં જઈ ચડ્યો

અણુઅણુની આવનજાવન, તનની તાલાવેલી
લહરલહરનો સ્પંદ, શ્વાસનો રાખણહારો બેલી
અગનજાળમાં આથડતાં એ અગમનિગમને અડ્યો
પિંડને પરમ પદારથ જડ્યો

રણઝણ રેલમછેલ પ્રહરમાં, ભવનું એ અવગુંઠન
ઝંખા જાજરમાન અસરમાં અજબગજબનું ગુંજન
રમત રચી રળિયાત, અદીઠો વિસ્તરવામાં પડ્યો
પિંડને પરમ પદારથ જડ્યો

~ સુરેન ઠાકર મેહુલ

સુરતામાં રમમાણ કરી મૂકે, ક્ષણનો સાક્ષાત્કાર કરાવે એવા ભાવ…. કાવ્યમાં નાદસૌંદર્ય એટલું મધુર છે કે કાનમાં શબ્દોનું અનુરણન થયા કરે….

કવિ ખરે જ પરમ પદારથ પામવા અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા…..

🙏 🙏 🙏 🙏 🙏

OP 29.7.22

***

રન્નાદે શાહ

06-08-2022

વાહ…હ..મઝા પડી…

લતા હિરાણી

01-08-2022

મનોહરભાઈ, અમારા વંદન સ્વીકારશો.

મનોહર ત્રિવેદી

01-08-2022

કાવ્યવિશ્વ બિલકુલ વાંચતો નથી, આકંઠ માણું છું. સુમનભાઈ, બચ્ચનજી, ઘાયલસાહેબ, કવીશ્વર ન્હાનાલાલથી માંડીને દેશવિદેશના અનેક સર્જકો સાથે મૌનની વાણીમાં ગુફતેગુ મંડાય છે. ના, મને એક વેણ પણ બોલવા નયી દેતા. પીઠ પસવારીને કહે છે, બેટા, પેલ્લા સાંભળવાની ટેવ પાડ.
હું ચૂપ થઈ જાઉં છું!
ધન્યવાદ, બહેના.

આભાર

01-08-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી.

મનોહરભાઈ આપને વંદન.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

29-07-2022

ખૂબ જ સરસ માર્મિક ગીત.

છબીલભાઈ ત્રિવેદી

29-07-2022

અદભુત રચના કવિ શ્રી ની ચેતના ને પ્રણામ આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: