સુરેન ઠાકર ‘મેહુલ’ ~ જિંદગી * Suren Thakar

જિંદગી ~ સુરેન ઠાકર મેહુલ

કોઈ ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી,
ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી.

જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી,
જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી.

પાસમાં એ છે અને હું ઝાંઝવાં જોયા કરું,
કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી.

એટલે આ બહાવરી આંખો જુએ ચારેતરફ,
કીકીઓ છે આપણી ભૂલી પડેલી જિંદગી.

લોકનાં ટોળાં કિનારે ઓર વધતાં જાય છે,
સૂર્ય સમજીને જુએ છે અધ ડૂબેલી જિંદગી.

આવડે, તો શોધ, એમાંથી તને મળશે ઘણું,
છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી.

એટલે આ પાંપણો બીડાઈ ગઈ ‘મેહુલ’ તણી,
હાથતાળી દઈ ગઈ’તી સાચવેલી જિંદગી.

~ સુરેન ઠાકર મેહુલ

છેલ્લો શેર કવિને નિયતિએ જ લખાવ્યો હશે !

કવિના જન્મદિવસે ભારે હૃદયે સ્મૃતિવંદના

OP 30.7.22

***

Meena Jagdish

31-08-2022

જીવનના આટાપાટામાં જ ક્યારે જીવન સરી જાય છે ખબર જ નથી પડતી…🙏🏻🙏🏻🙏🏻

આભાર

01-08-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી, ગુરુદત્ત્ભાઈ, દીપકભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

Dipakvalera

30-07-2022

કવિને વંદન

છબીલભાઈ ત્રિવેદી

30-07-2022

સરસ મજાની રચના નિયતી ઘણી વખત વ્યક્તિ પાસે આવુ બોલાવી લખાવી જાય છે કવિ ની ચેતના ને પ્રણામ આભાર લતાબેન

Gurudatt Thakkar

30-07-2022

ઉમદા વ્યક્તિત્વ… ઉમદા કવિ… ખૂબ પ્રાર્થના..

સાજ મેવાડા

30-07-2022

સ્મૃતિવંદના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: