હર્ષ બ્રહ્મભટ્ટ ~ મજાનાં શેર * Harsh Brahmabhatt

ગમી ગયેલા શેર ~ હર્ષ બ્રહ્મભટ્ટ

કોઈને કોઈનો વિકાસ નડે
ફૂલને ફૂલની સુવાસ નડે. **

દ્વાર શોભે અવર-જવરથી કદાચ
પણ હૃદયને તો ખોલવાસ નડે. **

અમારી આંગળીને જાણવું છે
તમારી આંગળી ક્યાં છૂટવાની ? **

તેં તરસનીય પહેલાં સરોવર કર્યું,
ને પછી વચમાં ઊભું મુકદ્દર કર્યું.**

પહાડનું એ પીગળેલું ‘હર્ષ’ હૈયું છે,
નહીં ધકેલી શકો પ્હાડમાં ઝરણ પાછું. **

એકતરફી લાગણીની આ પળોજણ હોય છે,
બારણાં વિનાનાં ઘર, ને મોટું આંગણ હોય છે.**

પહેલા વરસાદનું પહેલું ટીપું અને ઊગી ગયું છે એક ઝાડ!
છાતી ચીરીને મેં ડોકિયું કર્યું તો ભૈ દેખાયો પાણીનો પ્હાડ! **

~ હર્ષ બ્રહ્મભટ્ટ

કવિને એમના જન્મદિવસે અઢળક શુભેચ્છાઓ 

OP 31.7.22

***

Meena Jagdish

31-08-2022

એકએક શેર લાજવાબ…👏👏👏🙏🏻

આભાર

11-08-2022

આભાર દીપકભાઈ

દીપક વાલેરા

09-08-2022

લાજવાબ

આભાર

01-08-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી, દિનેશભાઇ, સુરેન્દ્રભાઈ, મનીષાબેન.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

Manisha Hathi

31-07-2022

ખૂબ સુંદર રચના , વાહહહહ

સાજ મેવાડા

31-07-2022

કવિને ના જન્મદિવસે શુભેચ્છાઓ

દિનેશ ડોંગરે નાદાન

31-07-2022

હર્ષભાઈને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા. ગુજરાતી અને ઉર્દૂ બંને ભાષામાં અધિકાર પૂર્વક ગઝલ લખતા મારા ગમતા કવિ હર્ષ ભાઈ ના ચૂંટેલા શેર માણવાની ખૂબ મજા પડી. અભિનંદન લતાબેન તથા હર્ષભાઈ બંનેને.

Sjurendra kadiya

31-07-2022

Superb quality sharing

છબીલભાઈ ત્રિવેદી

31-07-2022

હર્ષબ્રહમભટ્ઠ ના જન્મદિને સરસ મજાના શેર કોઈ ને કોઈ નો વિકાસ નડે,, ફુલ ને તેની સુવાસ નડે ખુબજ સાચી વાત કવિ એ કહી છે આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: